IndiaNews

કિશન ભરવાડની હત્યા કેસનું પુનરાવર્તન ? કર્ણાટકમાં પણ હર્ષની હત્યા મામલે આવી રહ્યા છે સૌથી મોટા સમાચાર,

કર્ણાટકમાં હિજાબના વિવાદ વચ્ચે કર્ણાટકના શિવમોગામાં ૨૬ વર્ષીય બજરંગ દળના કાર્યકર હર્ષની કથિત રીતે હત્યા કરવામાં આવી છે,આ ઘટના રાત્રે ૯ વાગ્યે બની હતી.સોમવારે મૃતકના અંતિમ સંસ્કાર દરમિયાન લોકો રોષે ભરાયા હતા,આ ઘટનાથી ચારેબાજુ ખળભળાટ મચી ગયો છે.બજરંગ દળના કાર્યકર હર્ષની હત્યા બાદ શહેરમાં તણાવ જોતા સુરક્ષા કડક કરી દેવામાં આવી છે.

સમગ્ર વિસ્તારમાં સીઆરપીસીની ( CRPC ) કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે.આ સિવાય સ્કૂલ-કૉલેજ પણ બંધ કરી દેવામાં આવી છે.કર્ણાટકમાં હિજાબનો વિવાદ હવે ધાર્મિક સ્વરૂપ ધારણ કરી શકે છે.

કર્ણાટકના ગૃહમંત્રી અર્ગા જ્ઞાનેન્દ્રના જણાવ્યા અનુસાર,આ કેસમાં ૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે.સાથે એમ પણ કહ્યું કે,બજરંગ દળના કાર્યકર હર્ષની હત્યામાં ૪ થી ૫ લોકો સામેલ હોવાનું સામે આવ્યું છે.શિવમોગાના ડેપ્યુટી કમિશનર આર સેલ્વમણીના જણાવ્યા અનુસાર,પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને ગુનેગારોને શોધવાના તમામ પ્રયાસ ચાલુ છે.

સમાચાર અનુસાર જણાવીએ તો આ ઘટનામાં સામેલ ગુનેગારોને શોધી કાઢવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.