GujaratAhmedabad

જાણો કેટલી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સંપત્તિ, જાણીને ઉડી જશે તમારા હોશ….

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા શુક્રવારના લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. તેમના દ્વારા ભાજપની પરંપરાગત બેઠક ગાંધીનગરથી ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. ગાંધીનગર બેઠક માટે ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન યોજાશે. ઉમેદવારી પત્ર ભર્યા બાદ અમિત શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું એક, જે સીટનું પ્રતિનિધિત્વ લાલકૃષ્ણ અડવાણી અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી કરતા હતા તે સીટ નું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગર્વની વાત રહેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર દ્વારા લોકો માટે ઘણું કામ કરવામાં આવ્યું છે.

જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા ઉમેદવારી નોંધાવવા ની સાથે તેમનું સોગંદનામું ચર્ચાઓમાં આવ્યું છે. વાસ્તવમાં, ઉમેદવારી નોંધાવતા સમયે અમિત શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેમની પાસે પોતાની કાર રહેલ નથી અને તેમનો વ્યવસાય ખેતી છે અને એક સામાજિક કાર્યકર્તા પણ છે. તેમની આવકના સ્ત્રોતોમાં સાંસદનો પગાર, મકાન-જમીન ભાડા ની આવક, ખેતીની આવક અને શેર ડિવિડન્ડ આવક સામેલ છે. જ્યારે તેમના પર ત્રણ ગુનાહિત કેસ રહેલા છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સોગંદનામું નીચે મુજબ છે

– કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે હજુ પણ પોતાની કાર રહેલ નથી. જ્યારે 20 કરોડની જંગમ સંપત્તિ જ્યારે 16 કરોડની સ્થાવર સંપત્તિ રહેલ છે

– અમિત શાહ પાસે હજુ પણ 15.77 લાખની લોન રહેલી છે. જ્યારે તેમની પાસે માત્ર 24,164 રોકડ રહેલા છે .

– અમિત શાહ પાસે 72 લાખની જ્વેલરી રહેલી છે, જેમાંથી તેમણે માત્ર 8.76 લાખની ખરીદી કરી છે.

તેમની પત્નીની વાત કરીએ તો તેમના પાસે 1.10 કરોડની જ્વેલરી રહેલા છે, જેમાં 1620 ગ્રામ સોનું અને 63 કેરેટ હીરા નો સમાવેશ થાય છે.

– વર્ષ 2022-23 માં અમિત શાહની વાર્ષિક આવક 75.09 લાખ રહી છે

– તેમની પત્નીની વાર્ષિક આવક 39.54 લાખ રહેલ છે.

– અમિત શાહ દ્વારા પોતાનો વ્યવસાય ખેતી અને સામાજિક કાર્યકર્તા તરીકે જાહેર કરવામાં આવ્યો છે તેમની સામે 3 ગુનાહિત કેસ પણ નોંધાયેલ છે.

– આ સિવાય તેમની આવકના સ્ત્રોતોમાં સાંસદનો પગાર, મકાન-જમીન ભાડા ની આવક, ખેતીની આવક અને શેર ડિવિડન્ડની આવક સામેલ છે. જ્યારે તેમની પત્નીની જંગમ સંપત્તિ 22.46 કરોડ રહેલ છે, સ્થાવર સંપત્તિ 9 કરોડની છે, તેમની પાસે 26.32 લાખની લોન પણ રહેલી છે.