health

મૂળા ખાતી વખતે 99% લોકો કરે છે આ મોટી ભૂલ જાણો શિયાળામાં તેને ખાવાની યોગ્ય રીત અને તેના લાભ

શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે, અને આ ઋતુમાં ઘણી બધી તાજી અને લીલી શાકભાજી મળે છે પરંતુ તેમાં એક શાકભાજી અથવા તો તેને સલાડ કહો તે ઠંડીની ઋતુમાં ખૂબ જ ફાયદો પહોંચાડે છે ખરેખર અમે અહીં સફેદ અને રસીલા મોડા ની વાત કરી રહ્યા છે. શિયાળાના દિવસોમાં મૂળાનું સેવન ખૂબ જ લાભકારી હોય છે અને તે તેમને ઠંડીમાં થતી ઘણી બધી બીમારીઓથી દૂર રાખે છે. તેને તમે સલાડના રૂપે અથવા તો શાકભાજી કે પરાઠાના રૂપે ખાઈ શકો છો.

મૂળાના અંદર ઘણા બધા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. જે આપણા શરીર માટે ખૂબ જ લાભકારી હોય છે તેમાં વિટામિન એ, વિટામિન સી,આયર્ન,કેલ્શિયમ ફોસ્ફરસ, પ્રોટીન, આયોડિન, સોડિયમ, મેગ્નેશિયમ અને ક્લોરિન જેવી વસ્તુ જોવા મળે છે. તો ચાલો જાણીએ શિયાળામાં મૂળા નું સેવન કરવાથી તમને કયા લાભ મળે છે.

રોગ પ્રતિકારક શક્તિ વધારેઠંડીની ઋતુમાં આપણને ઇન્ફેક્શન થવાની શક્યતા વધુ હોય છે એવામાં આ કીટાણુઓથી લડવા માટે તમારા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ જોરદાર હોવી જોઈએ અને તેને મજબૂત બનાવવા માટે તમે દરરોજ સલાડમાં મૂળા ખાવાનું શરૂ કરો. તેનાથી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધશે અને નાના-મોટા ઇન્ફેક્શન તમારું કઈ બગાડી શકશે નહીં.

શરદી ખાંસી થી દૂર રાખેશિયાળાની ઋતુમાં આપણને શરદી ખાંસી થવાની વધુ સંભાવના રહે છે અને આ વસ્તુથી દૂર રહેવા માટે દરરોજ ઓછામાં ઓછો એક મૂળો ખાવો જોઈએ. આમ તેનું સેવન કરવાથી શરદી કરનાર કીટાણુ દૂર થઈ જાય છે, અને આ મૂળો તમારા ડોક્ટરની પાસે જવાનો ખર્ચો બચાવશે

ડાયાબિટીસમાં લાભકારીજો તમને ડાયાબિટીસની સમસ્યા છે તો તમારે દરરોજ મૂળા નું સેવન કરવું જોઈએ આ બીમારીમાં આ ઔષધીની જેમ કામ કરે છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીરમાં બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને તેની સાથે સાથે જ બીજા ઘણા બધા લાભ મળે છે. આમ બ્લડ સુગરના દર્દીઓ તેનું સેવન કરતા પહેલા એક વખત ડોક્ટરની સલાહ જરૂરથી લે.

હૃદયને તંદુરસ્ત રાખેશિયાળાની ઋતુમાં હાર્ટ અટેક,કોરોનરી આર્ટરી ડિસીઝ અને ટ્રિપલ વેસલ ડિસીઝ વગેરેનું સૌથી વધુ જોખમ હોય છે. અને આ ઋતુમાં તળેલી વસ્તુ ખાવામાં વધુ આવે છે, એવામાં તમે મૂળાનો સેવન કરીને તમારા હૃદયને સ્વસ્થ બનાવી શકો છો. કહેવામાં આવે છે કે હૃદય નું ધ્યાન રાખવા માટે તે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.

મૂળાને છોલીને તેમાં સંચળ લગાવીને પણ ખાઈ શકાય છે. મૂળા પાચનમાં સમય લગાવે છે તેથી તેને ખાતી વખતે અથવા તો ખાધા પછી ચાલતા ફરતા રહો. બજારમાંથી વધુ પાકેલા મૂળા ન ખરીદો. પરંતુ પાતળા નાના અને સ્વાદમાં મીઠા મૂળા ખાઓ.