CrimeIndiaUP

જાણો કોણ છે એ પોલીસ અધિકારી જેણે અતીકના પુત્રનું એન્કાઉન્ટર કર્યું, રાષ્ટ્રપતિએ પણ કર્યું છે સન્માન

Asad Ahmed Encounter: ઉમેશ પાલ હત્યા કેસ બાદ હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. તેને પકડવાનું કામ ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સને આપવામાં આવ્યું હતું. આજે ગુરુવારે, એસટીએફની ટીમે અતીકના પુત્ર અસદ (Asad Ahmed) અને હત્યામાં સામેલ શૂટર ગુલામને એન્કાઉન્ટરમાં ઠાર કરી નાખ્યા હતા.એસટીએફની ટીમે બંનેને ઠાર માર્યા હતા. આ ટીમનું નેતૃત્વ STF DSP નવેન્દ્ર (Navendu Kumar Naveen) અને DSP વિમલ કરી રહ્યા હતા.

કોણ છે ડીએસપી નવેન્દ્ર સિંહ?

નવેન્દુ Navendu Kumar Naveen ને વર્ષ 2018માં સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં સામેલ કરવામાં આવ્યા હતા અને હાલમાં તેઓ STFમાં DSP તરીકે પોસ્ટેડ છે. નવેન્દુ સિંહને થોડા વર્ષો પહેલા એક ડાકુ સાથેના એન્કાઉન્ટરમાં હાથ અને ગરદનમાં ગોળીથી ઈજા થઈ હતી. ગયા વર્ષે જ નવેન્દુ સિંહે બે ઈનામી ગુનેગારોની હત્યા કરી હતી. આ માટે તેમને 2008માં રાષ્ટ્રપતિ બહાદુરી મેડલ અને 2014માં નેશનલ બ્રેવરી મેડલ એનાયત કરવામાં આવ્યો છે. ગયા વર્ષે 2022 માં પણ, નવેન્દુ સિંહને તેમની બહાદુરી માટે સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રપતિ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

બસપા ધારાસભ્ય રાજુ પાલની હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલ અને તેના બે સુરક્ષાકર્મીઓની આ વર્ષે 24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજના ધુમાનગંજ વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અસદ આ હત્યાકાંડનું નેતૃત્વ કરી રહ્યો હતો. પોલીસ તેને છેલ્લા દોઢ મહિનાથી શોધી રહી હતી, પરંતુ તે પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો:ડોન અતીકના પુત્ર અસદનું એન્કાઉન્ટર,શૂટર ગુલામ પણ માર્યો ગયો

આજે આખરે પોલીસને તેની ઝાંસીમાં હાજરી અંગેનો સંકેત મળ્યો અને એસટીએફની ટીમે તેની સાથે એન્કાઉન્ટર કર્યું. મળતી માહિતી મુજબ, પોલીસને માર્યા ગયેલા અસદ (Asad Ahmed) અને ગુલામ પાસેથી વિદેશી અત્યાધુનિક હથિયારો પણ મળી આવ્યા છ

આ પણ વાંચો: ગુજરાતમાં પહેલીવાર યોજાશે સ્વયંવર, મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો રહેશે ઉપસ્થિત