GujaratAhmedabad

અમદાવાદમાં પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજે નોંધાવ્યો અનોખો વિરોધ

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજને લઈને કરવામાં આવેલ વિવાદિત નિવેદન બાદ તેમનો રાજપૂત સમાજ દ્વારા સતત તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેની સાથે પુરુષોત્તમ રૂપાલાની સાથે ભાજપનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવામાં આવે તેને લઈને સતત માંગણી કરવામાં આવી રહી છે. જ્યારે હવે આ મામલામાં અમદાવાદના મણીનગર વિધાનસભાના ખોખરા વોર્ડ સહિત વિસ્તારોમાં પુરુષોત્તમ રૂપાલાને લઈને વિરોધ કરવામાં આવ્યો છે.

જાણકારી મુજબ, અમદાવાદના મણીનગર વિધાનસભાના ખોખરા વોર્ડ સહિત વિસ્તારોમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં પોસ્ટરો અને બેનરો લગાવી વિરોધ કરવામાં આવ્યો છે. તેની સાથે પોસ્ટરો અને બેનરોમાં લખવામાં આવ્યું છે કે, ‘પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના કાર્યકર્તા તથા ઉમેદવારોએ નાણાવટી કોલોનીમા પ્રચાર કરવા માટે પ્રવેશ કરવો નહીં. જ્યારે એક વાત તો સ્પષ્ટ છે કે, પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ માટે રાજપૂત સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, અમદાવાદના સી. ટી. એમ, ખોખરા અને અમરાઈવાડી વિસ્તારના રાજપૂત સમાજના લોકો દ્વારા પુરુશોત્તમ રૂપાલાની ટિકિટ કપાય તે માટે મૌન ધરણા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ પણ રખાયો હતો.

તમને જણાવી દઈએ કે, પુરુષોત્તમ રુપાલાના ફોર્મ ભરવા અને જાહેર સભા અંગે ભાજપના કોર્પોરેટર કેતન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ‘આગામી 16 એપ્રિલના રોજ સવારે 10.30 વાગ્યે પરશોત્તમ રુપાલા ફોર્મ ભરવા જવાના છે, ત્યારે અહીં જાહેર જંગી સભા કરાશે. આ જાહેર સભાના ભાગરૂપે તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ભાજપના દાવા મુજબ 16 એપ્રિલના બહુમાળી ભવન ખાતે તે દિવસે 20 થી 25 હજાર લોકો પણ હાજર રહેવાના છે. ભાજપ દ્વારા આ કાર્યક્રમને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે અને તૈયારીઓના ભાગરૂપે રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતાઓ સ્થળની સમીક્ષા કરવા માટે આવ્યા હતા.