GujaratSaurashtra

કુંકાવાવના સરપંચનું બ્યૂટી પાર્લર ચલાવતી પરિણીતા પર આચર્યું દુષ્કર્મ, ફરિયાદ બાદ સરપંચ ફરાર

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. કેમકે ચોરી, હત્યા અને દુષ્કર્મની ઘટનાઓ સતત સામે આવી રહી છે. જ્યારે આજે આવા જ એક સમાચાર અમરેલીથી સામે આવ્યા છે. અમરેલી જિલ્લાના કુકાવાવના સરપંચ વિરુદ્ધ બ્યુટી પાર્લર ચલાવનાર પરિણીત મહિલા પર દુષ્કર્મ આચરવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે સરપંચની વાત કરીએ તો તે નિવૃત્ત આર્મી જવાન છે. બીજી તરફ પોલીસ દ્વારા દુષ્કર્મની ફરિયાદ બાદ આરોપીને પકડવા માટે તપાસ હાથ ધરી છે.

જાણકારી મુજબ, અમરેલી જિલ્લાના કુંકાવાવ ગામના સરપંચ સંજય લખાણી સોશિયલ મીડિયાના માધ્યમથી પીડિત પરિણીત મહિલાથી સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ ધારીના લીયોની રિસોર્ટ પર લઈ જઈને સરપંચ દ્વારા પરિણીત મહિલા પર દુષ્કર્મ આચરી નિવસ્ત્ર તસ્વીરો પાડવામાં આવી હતી. તેની સાથે આ તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને વિવિધ રિસોર્ટ અને હોટલમાં લઈને મહિલા પર ચાર વખત દુષ્કર્મ આચર્યું હતું.

તેની સાથે મહિલાની ફરિયાદના આધારે પોલીસ દ્વારા ફરાર સરપંચને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે આરોપી સરપંચ આર્મી જવાન પસાર કરી રહ્યા હતા. તેની સાથે તમને જણાવી દઈએ કે, 2022 માં સરપંચની ચૂંટણીમાં તેમને જીત મેળવ્યો હતો.