લગ્ન પછી દીકરીએ ક્યારેય નહિ કરવી જોઈએ આ પાંચ ભૂલો નહિ તો, પતિની સાથે-સાથે સાસરિયાના લોકો સાથે બગડી શકે છે સબંધો,
દરેક છોકરી ઈચ્છે છે કે તેનું લગ્ન જીવન હંમેશા ખુશહાલ રહે.દરેક છોકરી આ માટે પ્રયત્ન પણ કરે છે,પરંતુ ઘણી વખત આપણે અજાણતામાં આવી નાની ભૂલો કરી બેસીએ છીએ જે આપણા સંબંધોને બગાડે છે.આ આદતો ધીમે ધીમે તમારા સુખી દાંપત્ય જીવનને ગ્રહણ કરે છે અને આપણને ખબર પણ નથી પડતી.
બીજી વાતોને પ્રાથમિકતા આપો : ઘણી વખત મહિલાઓ તેમની નોકરી, મિત્રો કે પરિવારના સભ્યો પર વધુ ધ્યાન આપે છે.આવી સ્થિતિમાં તે પોતાના પતિ અને સાસરિયાઓને ભૂલી જાય છે.આવું કરવું ખરાબ નથી હોતું,પરંતુ આ વાતોને તમારી પ્રાથમિકતા બનાવવી,તમારા પતિ અને પરિવારને છોડીને જવું તમારી સૌથી મોટી ભૂલ બની જાય છે.
દરેક વાત પિયરમાં ન કરવી : છોકરીના લગ્ન થઈ ગયા પછી સાસરી જ તેનું ઘર બની જાય છે.આવી સ્થિતિમાં છોકરીએ નાની-મોટી બાબતો અંગે પિયરમાં વાતો ન કહેવી જોઈએ.આવી નાની-મોટી વાતો કરવાથી સાસરીમાં સાસુ-સસરાના સંબંધો તો ઠીક પરંતુ પતિ સાથેના સંબંધ પર પણ ખરાબ અસર કરે છે.
નકારાત્મક વાતો ન કરવી : દરેક સમયે નકારાત્મક વાત કરવી,સાસરિયાની ટીકા કરવી કે ફરિયાદ કરવી, હતાશ રહેવું એ પણ દાંપત્ય જીવનની ભૂલ છે.જો તમે હંમેશા પતિની સામે આવું વર્તન કરો છો,તો તે તમારાથી ચિડાઈ શકે છે.
પતિથી દૂર ભાગવાની કોશિશ ન કરો : દરેક પતિ પોતાની પત્ની પાસે શારીરિક સ્નેહ ઈચ્છે છે.જો તમે સતત તેમનાથી દૂર ભાગતા રહો છો,પતિ સામે આવું કરવું યોગ્ય નથી.તમારા પતિને નિયંત્રિત કરવા માટે આત્મીયતાને હથિયાર તરીકે ક્યારેય ઉપયોગ કરશો નહીં.તમારા સંબંધને મજબૂત કરવા માટે તમારા સંબંધોમાં પ્રેમ અને રોમાન્સ જરૂરી છે.