Astrology

સૂતેલા ભાગ્યને જગાડવાનું કામ કરશે લસણ, આ ઉપાયોથી આર્થિક સ્થિતિ બનશે મજબૂત…

ઘણી વાર આપણને એવું જોવા મળે છે કે વ્યક્તિ મહેનત કરવા છતાં પણ તે ફળ નથી મેળવી શકતો જે તેને મળવાનું હોય છે. આવા સમય વખતે તમારે એવા ઉપાયોની જરૂર છે જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવે. આવા સમયમાં લસણ ખૂબ જ ઉપયોગી આવી શકે છે. ભારતીય ભોજનમાં લસણનો વ્યાપકપણે ઉપયોગ થાય છે, જે ભોજનને એક અલગ જ સ્વાદ આપે છે, પણ શું તમે જાણો છો કે આ લસણ જ્યોતિષની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેનાથી સંબંધિત ઉપાયો જીવનમાં સકારાત્મકતા લાવવાની સાથે ઊંઘી રહેલા નસીબને જગાડવાનું કામ કરે છે. લસણથી ઘણી યુક્તિઓ કરી શકાય છે, જે તમારા જીવનના ઘણા દુ:ખ દૂર કરી શકે છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે…

વાસ્તુશાસ્ત્ર અનુસાર લસણ ફક્ત ખરાબ નજરને દૂર કરવા માટે અસરકારક નથી, પણ તેની ટ્રીક તમને અમીર પણ બનાવી શકે છે. આ માટે તમારે તમારા પર્સમાં લસણની એક કળી રાખવી પડશે. આ ઉપાય તમારે શનિવારે કરવાનો છે. તેનાથી ખિસ્સું હંમેશા પૈસાથી ભરેલું રહેશે.

જો તમારા હાથમાં પૈસા રહેતા નથી, તો ઘર અથવા દુકાનમાં જે પણ તિજોરી રાખવામાં આવે છે તેમાં લસણને કપડામાં લપેટીને રાખો. તેનાથી પૈસા સ્થિર રહેશે.

જે લોકોને રાત્રે ખરાબ સપના આવતા હોય છે તેમણે રાત્રે સૂતી વખતે પોતાના ઓશિકા નીચે લસણની બે-ત્રણ કળીઓ રાખીને ઊંગી જવું જોઈએ. હવે સવારે તમે જ્યારે બી ઉઠો ત્યારે તે લસણને તમારા ત્યાં ચોકમાં નાખી દે જો. તમારી આ સપનાની સમસ્યામાં ઘણી રાહત મળી જશે.

જો બાળકો નિયમિત રીતે બીમાર થતા હોય તો 7 લસણની કળી કાઢીને 5 લાલ આખા મરચા સાથે બાળી લો. તેનાથી ખરાબ નજરથી છુટકારો મળશે અને રોગ જલ્દી જતો રહેશે.વેપારમાં આવનારી આર્થિક સમસ્યાઓ માટે લસણની યુક્તિ ખાસ છે. શનિવારે દુકાન કે કારખાનાના મુખ્ય દરવાજા પર લાલ કપડામાં લસણની 5 કળી બાંધી લટકાવી દો. આ યુક્તિથી વ્યવસાયમાં આર્થિક અવરોધ દૂર થાય છે.

લસણનો આ ઉપાય સુખ અને શાંતિ માટે પણ ખાસ માનવામાં આવે છે. આ માટે લસણની સાત કળીઓને એક લાકડીમાં ફસાવીને શનિવારે ઘરના આંગણા કે ધાબા પર રાખો. આમ કરવાથી ખરાબ નજર દૂર થાય છે. તેની સાથે પૈસાની સમસ્યા પણ દૂર થાય છે.