BollywoodIndiaNews

લતા મંગેશકરની શ્રદ્ધાંજલી આપતી વખતે શાહરૂખ ખાન થૂંકયો હતો ? જાણો શું છે એની હકીકત,

ભારતીય સિનેમાના સ્વરકોકિલા લતા મંગેશકરનું ૬ ફેબ્રુઆરીના રોજ સવારે ૮ વાગ્યાને ૧૨ મિનિટે નિધન થયું છે.તેમની લોકપ્રિયતા ભારત સુધી મર્યાદિત નહોતી, ભારત સિવાય વિદેશમાં પણ તેમના ચાહકો શોક વ્યક્ત કરી રહ્યા છે.

લતા મંગેશકરના અંતિમ દર્શનાર્થે ફિલ્મજગતના ઍક્ટર અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, આમિર ખાન, રણબીર કપૂર,વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, ગોવાના મુખ્ય મંત્રી પ્રમોદ સાવંત, કેન્દ્રીયમંત્રી પીયૂષ ગોયલ પણ હાજર હતા.

જો કે શાહરુખ ખાનને લઈને હાલમાં એક ચર્ચા ચાલી રહી છે.ભારતીય સ્વર કોકિલા લતા મંગરેશકરના અંતિમ દર્શનાર્થે એક્ટર શાહરૂ ખાને પ્રાર્થના કરી ત્યારબાદ લતાજીના પગ પાસે માસ્ક કાઢી ફૂંક મારી હતી પરંતુ શાહરુખ ખાનની આ મોમેન્ટને કેદ કરી લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે એક્ટર શાહરુખ ખાન થૂંકયો હતો.

પરંતુ આવું ખરેખર થયું ન હતું.લતા મંગેશકરના અવસાનથી સમગ્ર દેશમાં શોક સર્જાયો છે.લતા મંગેશકરની વાત કરીએ તો,કોરોના વાયરસથી સંક્રમિત થતા ૮ જાન્યુઆરીએ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.તેમની તબિયત લથડતા કેટલાક દિવસ સુધી વેન્ટિલેટર પર રખાયા હતા.આ દરમિયાન તેમને ન્યૂમોનિયા હોવાનું પણ નિદાન થયું હતું.

જે બાદ ૬ ફેબ્રુઆરીના રોજ સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.વધુમાં જણાવીએ તો ઓલ ઈન્ડિયા પર્સનલ બોર્ડના સભ્ય મૌલાના ખાલિદ રશિદ ફિરંગી મહાલીએ કહ્યું,સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ બીમાર હોય ત્યારે તે તૈયાર થઈ જાય તે માટે પ્રાર્થના કરવામાં આવે છે.દુઆ કર્યા પછી ફૂંકવાનું ઘણું મહત્વ હોય છે.તે પણ દુઆ કરવાનો એક ભાગ હોય છે.કહેવાય છે કે પ્રાથના કરવાથી વ્યક્તિ તૈયાર થઈ જાય માટે પ્રાર્થના કરવામાં આવે છે.