BollywoodIndia

દિગ્ગ્જ ગાયિકા લતા મંગેશકરની સ્થિતિ નાજુક, ICUમાં વેન્ટિલેટર પર રખાયા

ભારતરત્ન અને દિગ્ગ્જ ગાયિકા લતા મંગેશકરની તબિયત હાલ નાજુક જણાવવામાં આવી રહી છે. તેઓને હાલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. ગઈકાલે તેમણે શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદ કર્યા બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. સૂત્રોના જણાવ્યા મુજબ હાલ લતા મંગેશકરની તબિયત ગંભીર છે.તેમને ફેફસામાં ઈન્ફેક્શન થયું છે અને ન્યૂમોનિયા થયો છે.

લતા મંગેશકરની પબ્લિક રિલેશન ટીમે કહ્યું હતું કે તેમની હાલત સ્થિર છે. લતાજીએ બીમારી સામે લડવામાં હિંમત બતાવી છે. તેમના સ્વાસ્થ્ય સંબંધિત દરેક માહિતી શૅર કરવામાં આવશે.

લતા મંગશેકરના બહેન આશા ભોસલે પણ હોસ્પિટલ ગયા હતાં. બોલિવૂડ હસ્તીઓ પણ તેમના માટે પ્રાર્થના કરી રહ્યાં છે.લતા ભારતના દિગ્ગજ ગાયકોમાંથી એક છે અને તેમણે 1000 ફિલ્મોથી વધુમાં ગીત ગાયા છે.તેમને દાદાસાહેબ ફાળકે, ભારત રત્ન, ત્રણ નેશનલ એવોર્ડ સહિત અનેક પુરસ્કાર મળ્યા છે.