લોકડાઉન-4 માં હવે 3 નહી પણ 5 ઝોન હશે, ગૃહ મંત્રાલયે આ 2 ઝોન નવા ઉમેર્યા..
કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે, મોદી સરકારે દેશવ્યાપી લોકડાઉન-4. 31 મે સુધી વધારી દેવામાં આવ્યું છે. આ વખતે કોરોના વાયરસને લઈને દેશમાં 5 ઝોન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમાં રેડ ઝોન, ગ્રીન અને ઓરેન્જ ઝોન ઉપરાંત બફર ઝોન અને કન્ટેન્ટ ઝોન શામેલ છે.
રાજ્ય સરકારો આ પાંચ ઝોન અંગે નિર્ણય લેશે. કોરોના વાયરસને લઈને દેશમાં અત્યાર સુધીમાં ફક્ત ત્રણ ઝોન રેડ ઝોન, ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન બનાવવામાં આવ્યા છે. રવિવારે ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકામાં આ નવા 2 ઝોન અંગે વાત કરવામાં આવી છે.
આ મુજબ, લોકડાઉન 4.0 દરમિયાન મેટ્રો અને વિમાનના સંચાલનને મંજૂરી નથી. તેથી, 31 મે સુધી મેટ્રો અને દેશી અને વિદેશી મુસાફરોની ફ્લાઇટ ચલાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જો કે ઘરેલું તબીબી સેવાઓ, ઘરેલું એર એમ્બ્યુલન્સ અને સુરક્ષા વ્યવસ્થા માટે ફ્લાઇટ્સને મંજૂરી આપવામાં આવશે.
લોકડાઉન-4 દરમિયાન શાળાઓ, કોલેજો, રેસ્ટોરાંટ, હોટલ, સિનેમા હોલ, મોલ્સ, સ્વિમિંગ પુલ, થિયેટરો અને બાર સંપૂર્ણ બંધ રહેશે. જો કે, શાળાઓ અને કોલેજોને ઓનલાઇન અભ્યાસ કરાવાની મંજૂરી આપવામાં આવશે.