31 મે સુધી લોકડાઉન ની જાહેરાત: રેસ્ટોરન્ટ,સ્કૂલ, બસ – જાણો શું ખુલશે અને શું નહીં
કોરોના વાયરસ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે લોકડાઉન 31 મે સુધી લંબાવાનો નિર્ણય લીધો છે. લોકડાઉન 4.0 ને 2 અઠવાડિયા માટે વધારવામાં આવ્યું છે. લોકડાઉન 31 મે સુધી વધારવામાં આવ્યું છે. હોટસ્પોટ્સ અને કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં લોકડાઉન નુ કડક પાલન કરાવવામાં આવશે.દેશભરમાં વધુ જોખમ ધરાવતા વિસ્તારોમાં લોકડાઉનનું કડક પાલન કરવામાં આવશે. રાજ્ય સરકારો નક્કી કરશે કે કયા વિસ્તારોને રેડ,ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચવાનો છે.
રેડઝોન, ઓરેન્જ ઝોન, ગ્રીન ઝોન , બફર ઝોન અને કન્ટેન્ટ ઝોન પર નજર રાખવાની જવાબદારી જિલ્લા અધિકારીઓની રહેશે, તેઓએ કેન્દ્ર સરકારની સૂચનાનું પાલન કરવું પડશે. કન્ટેન્ટ ઝોનમાં ફક્ત જરૂરી કામોને મંજૂરી આપવામાં આવશે.
કન્ટેનમેન્ટ ઝોનમાં લોકોના બહાર નીકળવા પર કડક નિયંત્રણ રાખવા જણાવાયું છે. મેડિકલ ઇમર્જન્સી તેમજ દૈનિક જરૂરિયાતો માટે જ બહાર નીકળવાની મંજૂરી અપાશે. હોટસ્પોટ વિસ્તારમાં કડક નિયમો લાગુ થશે. મેટ્રો પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ ઉપરાંત શાળા-કોલેજો પણ બંધ રહેશે. રેસ્ટોરન્ટ, સ્કૂલ અને જિમ ખોલવાની પણ મંજૂરી નથી.
કેબિનેટ સચિવ રાજીવ ગૌબા આજે રાતે 9 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યોના મુખ્ય સચિવો/ડાયરેક્ટર જનરલ સાથે લોકડાઉન 4.0. ની માર્ગદર્શિકા અંગે ચર્ચા કરશે.
જણાવી દઈએ કે, પીએમ મોદીએ કોરોના ચેપને રોકવા માટે 24 માર્ચે લોકડાઉનની જાહેરાત કરી હતી. પછી આ લોકડાઉન 21 દિવસ માટે હતું. આ પછી લોકડાઉન 2 ની જાહેરાત કરવામાં આવી હતી. તેનો સમયગાળો 3 મે સુધીનો હતો. આ પછી લોકડાઉન 2 અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યું હતું. લોકડાઉન-3 માટેની અંતિમ તારીખ 16 મે હતી.