લોકડાઉન-5 માં ભલે મોટાભાગની છૂટ મળી ગઈ પરંતુ આ વસ્તુઓ પર હજી પણ કોઈ જ છૂટછાટ નથી..
ચાર લોકડાઉન પછી, દેશ ફરી એકવાર પાટા પર પાછા ફરવાની તૈયારી કરવામાં લાગ્યો છે. તેને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે શનિવારે લોકડાઉન-5 અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. નવી માર્ગદર્શિકાનું કન્ટેન્ટ ઝોનમાં કડક અમલની વાત કરવામાં આવી છે.
નવી દિશાનિર્દેશો અનુસાર, નાઇટ કર્ફ્યુ ચાલુ રહેશે, ત્યાં આવશ્યક ચીજો માટે કોઈ કર્ફ્યુ રહેશે નહીં. હવે રાત્રે 9 વાગ્યાથીસવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ રહેશે. શોપિંગ મોલ્સ, સલુન્સ અને શાળાઓ ખોલવા માટે તૈયારી થઈ થઈ ગઈ છે. મોટા ભાગની છૂટ મળી ગઈ છે અને અન્ય ઘણી છૂટ લોડાઉન-5 દરમિયાન ત્રણ અલગ અલગ ચરણોમાં મળશે. પરંતુ તમને એ પણ જણાવી દઈએ કે લોકડાઉન-5 માં પણ અમુક વસ્તુઓ પર પ્રતિબંધ છે જે હાલ પ્રતિબંધિત જ રહેશે જાણીલો કઈ બાબતોમાં કોઈ ફેરફાર થશે નહિ.
લગ્ન અને અંતિમ સંસ્કારમાં જુના નિયમો જ અમલમાં રહેશે. તેના માટે માર્ગદર્શિકામાં કોઈ છૂટછાટની વાત કરવામાં આવી નથી.
સામાજિક કાર્યક્રમો પર પ્રતિબંધ ચાલુ રહેશે.એના માટે પણ માર્ગદર્શિકામાં કોઈ છૂટછાટની વાત કરવામાં આવી નથી.
સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે 65 વર્ષથી વધુ ઉંમરના લોકો, સગર્ભા સ્ત્રીઓ, માંદગીવાળા લોકો અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે.નાઇટ કર્ફ્યુ 30 જૂન સુધી ચાલુ રહેશે. જો કે, તેનો સમય સવારે 9 થી સવારે 5 વાગ્યે લંબાવામાં આવ્યો છે.