Corona VirusGujaratIndia

દેશમાં 30 જૂન સુધી લોકડાઉન રહેશે, કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં આ બધું જ ખુલી જશે

કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે છેલ્લા 2 મહિનાથી લોકડાઉન લાગુ કરાયું છે ત્યારે હવે ફરીવાર લોકડાઉન લંબાવવામાં આવ્યું છે.સરકારે લોકડાઉન 5.0 માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. કન્ટેનમેન્ટ ઝોનની બહાર સરકારે તબક્કાવાર રીતે મુક્તિ આપી છે.

લોકડાઉન 4.0 મે 31 ના રોજ સમાપ્ત થાય છે. આવી સ્થિતિમાં સરકારે તેમાં વધારો કર્યો છે. લોકડાઉન-5 1 જૂનથી 30 જૂન સુધી રહેશે. કેન્દ્ર સરકારે શાળાઓ અને કોલેજો ખોલવા કે નહીં તે રાજ્યો પર છોડી દીધું છે. જુલાઈમાં રાજ્યો આ અંગે નિર્ણય લેશે. હોટલ, ધાર્મિક સ્થળો,રેસ્ટોરન્ટ 8 જૂનથી ખોલવામાં આવશે. જો કે સરકારે શરતો સાથે ખોલવાની મંજૂરી આપી દીધી છે.

દેશમાં સવારે 9 થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે. લોકો એક રાજ્યથી બીજા રાજ્યમાં જઈ શકશે. લોકોને હવે પાસ બતાવવાની જરૂર રહેશે નહીં. તે જ સમયે શોપિંગ મોલ અને સલુનને પણ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

અગાઉ પ્રતિબંધિત તમામ પ્રવૃત્તિઓ કન્ટેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં તબક્કાવાર ખોલવામાં આવશે.પ્રથમ તબક્કામાં ધાર્મિક સ્થળો, હોટલો, રેસ્ટોરાં, શોપિંગ મોલને 8 જૂન 2020 થી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલય આ માટે SOP જાહેર કરશે.બીજા તબક્કામાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મંજૂરી બાદ શાળાઓ અને કોલેજો ખોલવામાં આવશે.

દેશભરમાં અમુક મર્યાદિત પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ ચાલુ જ રહેશે. આ પ્રવૃત્તિઓમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ, મેટ્રો રેલનું સંચાલન, સિનેમા હોલ, જિમ, સ્વિમિંગ પૂલ, થિયેટર, બાર અને ઓડિટોરિયમ, એસેમ્બલી હોલનો સમાવેશ થાય છે.

મંદિર-મસ્જિદ-ગુરુદ્વારા-ચર્ચ ખોલવામાં આવશે. ઘણા રાજ્યો ઇચ્છતા હતા કે જો મોલ પણ ખોલવામાં આવે તો તબક્કાવાર રીતે ખોલવામાં આવે. જુલાઇથી શાળાઓ અને કોલેજો ખોલી શકાશે. રેસ્ટોરાં 8 જૂનથી ખુલશે. ગૃહ મંત્રાલયની નવી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા પરનો પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો છે.એક જિલ્લાથી બીજા જિલ્લામાં જવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે. જો કે, લોકોએ આ સમયગાળા દરમિયાન સામાજિક અંતરને અનુસરવું પડશે. નવા નિયમ મુજબક્યાંય જતાં પહેલાં કોઈની પરવાનગી લેવાની જરૂર રહેશે નહીં.