Ajab GajabIndia

Love Story : દરેક માટે કોઈને કોઈ બનેલું જ હોય છે. આ લવસ્ટોરી જાણીને તમે પણ માની જશો

કહેવાય છે જોડીઓ ઉપરવાળો બનાવીને મોકલે છે. તેણે દરેક માટે કોઈને અને કોઈને બનાવીને જ રાખ્યા હોય છે. એટલે જો તમે હજી પણ કુંવારા છો તો ચિંતા કરશો નહીં, તમારા ભાવી જીવનસાથી ક્યાંકને ક્યાંક તમારી રાહ જોઈ રહ્યો હશે. સાચા અને યોગ્ય સમયે તમારી તેમની સાથે મુલાકાત થઈ જ જશે. હવે જોધપુર શહેરમાં થયેલ આ અનોખા લગ્નને જ જોઈ લો ને.

વાસ્તવમાં, જોધપુર શહેરમાં વર-કન્યા બનેલ એક કપલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ કપલની ખાસ વાત એ હતી કે બંનેની હાઇટ ઘણી ઓછી હતી. વરની ઉંમર 54 ઈંચ હતી, જ્યારે કન્યા 50 ઈંચની હતી. વરનું નામ પવન છે જ્યારે દુલ્હનને લોકો શિવાનીના નામથી ઓળખે છે.પવન અને શિવાની પોતાના લગ્નથી બહુ ખુશ છે. પવનના મામા જણાવે છે કે વરરાજાની ઉમર 29 વર્ષ છે. તે એક સોફ્ટવેર એન્જિનિયર છે. આ દુલ્હન પણ એક આર્ટિસ્ટ છે. તે પેન્સિલ સ્કેચ બનાવવામાં માહિર છે, બંનેનો સ્વભાવ બહુ ખુશમિજાજ છે.

વરરાજાએ પવને મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું છે કે, મારી અને શિવાનીની પહેલી મુલાકાત માસીના ઘરે થઈ હતી. આ પહેલી મુલાકાત માં જ પવનનું દિલ શિવાની પર આવી ગયું હતું. તેને ખબર પડી ગઈ હતી કે આ જ તેમના સપનાની રાજકુમારી છે. તેણે વિચાર્યું હતું કે મારી લાઈફ હવે સેટ છે. અહિયાં શિવાની અને પવન સાથે ખૂબ વાતો થઈ હતી. બંનેને એકબીજાનો સ્વભાવ ખૂબ પસંદ આવે છે. પહેલા એક બીજાના નંબર ચેન્જ કરે છે અને મિત્રતા એ પ્રેમમાં પરિણમે છે. પછી તેઓ લગ્નના બંધનમાં બંધાય છે.

પવન અને શિવાની 18 ફેબ્રુઆરી, શુક્રવારે લગ્નના બંધનમાં બંધાયા. લગ્નમાં તેમના નજીકના સંબંધીઓ અને મિત્રોએ હાજરી આપી હતી. આ લગ્નને લઈને મહેમાનોમાં ભારે ક્રેઝ જોવા મળ્યો હતો. દરેક જણ વર-કન્યા સાથે સેલ્ફી લેવા માટે એકઠા થયા હતા. અને વડીલોએ તેને આશીર્વાદ આપ્યા.

બીજી તરફ પવન અને શિવાનીના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. લોકો બંનેની જોડીને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ લગ્નને જોઈને લોકો ‘રબ ને બના દી જોડી’ કહી રહ્યા છે. તસવીરોમાં તમે એ પણ જોઈ શકો છો કે પવન અને શિવાની એકસાથે કેટલા ક્યૂટ અને ખુશ દેખાઈ રહ્યા છે. ભગવાન બંનેની જોડી હંમેશા સલામત રાખે એવી અમારી પ્રાર્થના પણ છે.