India

બે બહાદુર યુવતીઓએ લુટારુઓને હરાવ્યા, લુંટ થવાથી બચાવ્યું ઘર

જમ્મુ કાશ્મીરમાં બે બહાદુર યુવતીઓએ ઘરમાં ચાકુ લઈને ઘૂસેલા લુંટેરાઓને તેમના કામમાં સફળ થવા દીધા નહીં. લુટારુએ યુવતીઓ પર ચાકુથી વાર કર્યો હતો બંને ઘાયલ હોવા છતાં પણ યુવતીઓ લુટારુઓનો સામનો કરે છે. શું છે આખી બાબત ચાલો તમને જણાવીએ.

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર જિલ્લામાં એક લૂંટારાએ એક પરિવારને ચાકુની અણી પર બંધક બનાવવાનો પ્રયાસ કર્યો. સમાચાર અનુસાર, શ્રીનગર શહેરના બટામાલૂના મોમિનાબાદ વિસ્તારમાં પરિવારની મહિલા સભ્યોને બંધક બનાવવાનો પ્રયાસ કરનાર લૂંટારાનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતી વખતે બે છોકરીઓ ઘાયલ થઈ હતી.પરિવારના તમામ પુરૂષ સભ્યો શુક્રવારની નમાજ માટે ઘરની બહાર નીકળી ગયા હતા. તે જ સમયે આ લૂંટારુ છરી સાથે ઘરમાં ઘુસી ગયો હતો. પરિવારના સંબંધીના જણાવ્યા અનુસાર આ ઘટના બપોરે 1 વાગ્યાની આસપાસ બની હતી.

મહિલાઓના જબરજસ્ત વિરોધની સામે લુટારુઓ લૂંટ કરી શકતા નથી. એ પછી લુટારુઓ ચાકુ કાઢીને પરિવારની મહિલાઓને બંધક બનાવવા પ્રયાસ કરે છે. વિરોધ દરમિયાન ચોરો બંને યુવતીઓને ઘાયલ કરી દે છે. ઘાયલ હોવા છતાં પણ આ યુવતીઓ હિંમત હારતી નથી અને તેનો વિરોધ કરીને પકડી લે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી ચોરને પકડવામાં સફળતા મળી હતી. બટામાલૂ વિસ્તારમાં એક ઘરમાં ઘૂસીને બે છોકરીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કરનાર આરોપીનું નામ ઉમર યુસુફ વાની છે. પોલીસે યુસુફ વાનીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ ઘટના બાદ શ્રીનગર પોલીસે એક ટ્વીટમાં કહ્યું છે કે મહિલાઓ વિરુદ્ધ અપરાધને બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં.