માથાના વાળ સુંદર બનાવવા દરેક વ્યક્તિએ આ ઉપાય કરવો જ જોઈએ, પછી તમે જ કહેશો વાત તો સાચી છે,
નમસ્કાર દોસ્તો, વ્યક્તિના શરીરની સુંદરતા શરીરના અનેક અંગો છે પણ તેમાં સર્વપ્રથમ દર્શનીય સુંદરતા તો વાળની જ છે.વાળની સુંદરતા માટે લોકો સારામાં સારા શેમ્પૂ, હેર માસ્ક અને તેલ લગાવે છે.તેમને એમ લાગે છે કે આવું કરવાથી આપણા વાળ સુંદર દેખાય છે.આજે આપણે એવી માહિતી વિશે વાત કરીશું,જે તમારા વાળ માટે ખૂબ જ ઉપયોગી છે.
સૌથી પહેલા તમારે ૫ વસ્તુ લેવાની છે.જેમાં સૌથી પહેલા ૫૦૦ ગ્રામ જેટલી તાજી-મોરી છાશ લેવાની છે,બીજું એક ચમચી બેસન લો, ત્યારબાદ એક ચમચી આમળાનો પાવડર લો, એક ચમચી અરીઠાનો પાવડર લો, ત્યારબાદ એક શિકાકાઇનો પાવડર લો.છાશની અંદર આ બધી વસ્તુઓને મિક્સ કરી દો.ત્યારબાદ ૧૦-૧૫ મિનિટ સુધી એમના એમ રહેવા દો.ત્યારબાદ આનાથી માથું ધોવાનું છે.
તમે યાદ રાખો કે જ્યારે આનાથી માથું ધોવો એ પહેલા ગરમ પાણીથી માથું ધોઇ લો.થોડોક સમય બાદ આ મિશ્રણને થોડું માથામાં નાખો,અને માથામાં માલિશ કરતા રહો.આ રીતે તમારે ૧૦ મિનિટ સુધી માલીશ કરવાની છે.છેલ્લે ગરમ પાણીથી ધીમે-ધીમે ધોઈ લો,ત્યારબાદ તમારે કાંસકાથી ન ઓરો પરંતુ હાથથી અથવા કુદરતી પવનથી સૂકવી દો.આવું કરવાથી વાળ સિલકી બને છે.
આ પ્રયોગ અઠવાડીયામાં બે વખત કરશો તો તમારા માથાના વાળ તો સિલકી બનશે પણ એની સાથે સાથે માથામાં ઘણા ફાયદા થાય છે.નોંધ : અમારી આ માહિતી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરો.