Ajab GajabIndiaNews

Hyundaiની Creta ને બનાવી દીધી ગધેડા ગાડી, જાણો કારના માલિકે કેમ ભર્યું આ પગલું

Viral Video: કોરિયાની કાર કંપની હ્યુન્ડાઈ (Hyundai) ની કાર ખરીદવી ઉદયપુરના એક યુવક માટે માથાનો દુખાવો સાબિત થઈ છે હ્યુન્ડાઈનિ Creta કાર ખરીદ્યાના દોઢ મહિનાની અંદર જ કારમાં એક પછી એક વારંવાર ખામીઓ આવવા લાગી. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે તે પોતાની સગાઈની વિધિ કરવા સાસરે પહોંચ્યો, ત્યાં પણ કાર ખરાબ થઈ ગઈ. આ પછી રાજકુમાર પુરબિયાએ કંપનીને ફોન કર્યો તો કંપનીએ ગાડી લઈ જવા માટે પણ સરખા જવાબ આપ્યા નહિ.

આ પછી ગુસ્સે ભરાયેલા કાર માલિકે ગધેડા સાથે કાર ખેંચી અને તેને મદ્દી ખાતેના રામજી હ્યુન્ડાઈના શોરૂમમાં લઈ ગયો. ઉદયપુરના સુંદરવાસના રહેવાસી રાજકુમાર નામના આ વ્યક્તિએ કારના શોરૂમ શ્રીરામ હ્યુન્ડાઈ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવેલા વર્તનથી નારાજ થઈને પોતાનો વિરોધ વ્યક્ત કરવાનો અનોખો રસ્તો શોધી કાઢ્યો હતો. પોતાની નવી કારને ગધેડા દ્વારા ખેંચીને રાજકુમાર શ્રીરામ હ્યુન્ડાઈના શોરૂમ પર પહોંચ્યા અને કંપનીના શોરૂમ અને તેના કર્મચારીઓના વર્તન સામે પોતાનો વિરોધ દર્શાવ્યો.

રાજકુમારના કહેવા પ્રમાણે, તેણે Hyundai Creta કારનું સેકન્ડ ટોપ મોડલ લગભગ રૂ. 18.50 લાખમાં ખરીદ્યું હતું, પરંતુ કાર ખરીદ્યાના એકથી દોઢ મહિનામાં જ તેમાં એક પછી એક ખામીઓ આવતી રહી. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે તેની પોતાની સગાઈના સમયે પણ કારે દગો દઈ દીધો.

રાજકુમારના સસરાના ઘરે કાર તૂટી પડતાં તેણે કંપનીને ફોન કરીને કાર લઈ જવા કહ્યું હતું. પરંતુ કંપનીએ સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધીનો સમય જણાવી કાર લેવા માટે અસમર્થતા દર્શાવી હતી. આ પછી રાજકુમાર પુરબિયાનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને બીજા જ દિવસે તે ગધેડા સાથે પોતાની કાર ખેંચીને શ્રીરામ હ્યુન્ડાઈના શોરૂમ પર પહોંચી ગયો હતો. રાજકુમાર ગધેડાની મદદથી કારને ખેંચીને એજન્સી સુધી લઈ ગયો ત્યારે શોરૂમના લોકોએ કારને અંદર લેવાની ના પાડી દીધી અને શોરૂમના દરવાજા બંધ કરી દીધા. જુઓ વિડીયો:

આ પણ વાંચો: નવસારીમાં યુવતીના શંકાસ્પદ મોત મામલે લાશનું કરાયું પેનલ પીએમ, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

આ પણ વાંચો: 40 મહિલાઓનો એક જ પતિ – ‘રૂપચંદ’, આ રીતે થયો ચોંકાવનારો ખુલાસો