ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ની રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. દરેક પાર્ટી દ્વારા ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એવામાં લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભાની પેટાચૂંટણી ની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં વાઘોડિયાની ખાલી પડેલી બેઠક પર પણ ચૂંટણી યોજાવાની છે. વાઘોડિયા બેઠક પર અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા રાજીનામું આપવામાં આવતા આ બેઠક ખાલી પડી છે. એવામાં વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય દ્વારા ચૂંટણીમાં સક્ષમ ઉમેદવાર ને સમર્થન આપવાની બતાવી તૈયારી દર્શાવવામાં આવી છે. ચૂંટણી જાહેર થતાં પહેલા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.
મધુ શ્રીવાસ્તવ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભાજપ સામે સક્ષમ ઉમેદવારો નહીં હોય તો લોકસભા-વાઘોડિયા વિધાનસભાની પેટાચૂંટણી તે લડશે. સક્ષમ ઉમેદવાર હશે તો ખુલી ને સમર્થન પણ કરીશ. સાંસદ રંજનબહેન ભટ્ટ નો ખુલીને હું વિરોધ કરીશ. રંજન બહેન ના શાસનમાં ભ્રષ્ટાચાર થયો, બિલ્ડિંગો બની, માનીતા ઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવી છે. જીતી શકે તેવું જ લડવાનું હારે તો ચૂંટણી લડવાની નહીં. બજરંગ બલીના મારા પર આશીર્વાદ રહેલા છે.
તમને જણાવી દઈએ કે, પેટાચૂંટણીમાં વાઘોડિયા ની બેઠક પરથી ચૂંટણી યોજાવાની છે. ગત વિધાનસભા ચૂંટણીમાં વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને તેમને જીત પણ મળી હતી. ભાજપથી બળવો કરનાર મધુ શ્રીવાસ્તવને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી નહોતી. તેના લીધે મધુ શ્રીવાસ્તવ અપક્ષ થી ચૂંટણી લડ્યા હતા અને તેમણે હાર મળી હતી.