મહા વાવાઝોડુ ગુજરાત પહોઁચે એ પહેલા જ વિખેરાઈ જશે, તો પણ ભારે વરસાદની આગાહી
છેલ્લા એક અઠવાડિયાથી મહા વાવાઝોડાએ લોકોમાં ભયનો માહોલ પેદા કર્યો હતો. ખરેખર વાવાઝોડું ગુજરાત પહોંચે ત્યારે નબળું જ પડવાનું હતું એવું હવામાન વિભાગે કહ્યું હતું પણ ગુજરાતી ન્યુઝ ચેનલોએ ટીઆરપી ના ચક્કરમાં રાત દિવસ બૂમો પાડીને લોકોમાં એક ડર પેદા કર્યો હતો. જો કે હવે હવામાન વિભાગે કહ્યું છે કે મહા વાવાઝોડું ગુજરાત પહોંચશે પણ નહીં.
હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે કહ્યું કે હવે વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા પર નહીં ટકરાય.આ વાવાઝોડું ફરી ગુજરાત તરફ આવવાનું છોડીને પશ્ચિમ તરફ જશે અને દરિયામાં જ સમાપ્ત થઈ જશે.કાલે જે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ જશે.
હાલ વાવાઝોડું પોરબંદરથી 400 કિલોમીટર, વેરાવળથી 440 કિલોમીટર દૂર છે. વાવાઝોડું ગુજરાત નહીં આવે પરંતુ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.