મહા વાવાઝોડું અંગે ગુજરાત માટે આવ્યા મહત્વના સમાચાર, જાણૉ હવામાન વિભાગે શું કહ્યું
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વાવઝોડા અને વરસાદે લોકોને ચિંતામાં મૂકી દીધા છે. ચોમાસા પહેલા વાયુ નામના વાવાઝોડાએ લોકોના જીવ અધ્ધર કરી દીધા હતા ત્યાં ચોમાસાના અંતમાં મહા નામનું વાવાઝોડું આવી રહ્યું છે તેવી આગાહી કરવામાં આવી છે. શરૂઆતમાં આ વાવાઝોડું ગુજરાતને ખૂબ જ અસર કરે તેવું હતું પણ હવે હવામાન વિભાગે મહત્વના સમાચાર આપ્યા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશ કરશે ત્યરે તે સામાન્ય હશે.હાલ વાવાઝોડું વેરાવળથી 680 કિલોમીટર દુર છે. 6-7 તારીખે રાતે મહાવાવાઝોડુ દીવ અને પોરબંદર વચ્ચે ટકરાય તેવું માનવામાં આવે છે. પવનની ઝડપ 80-90 કિમી પ્રતિ કલાક રહેશે. હાલ વાવાઝોડું નબળું દેખાઈ રહ્યું છે પણ તેની અસરને કારણે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદ પડશે તે નક્કી છે.
ભારતીય નેવી દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રેસ રીલિઝમાં અધિકારીઓએ કહ્યું કે નેવી કોઈપણ પ્રકારની મદદ માટે તૈયારીમાં જ છે.સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે સ્ટાફને પણ ફરજ પર મુકવામાં આવ્યો છે.હાલ કચ્છના અખાતમાં 80 અને ખંભાતના અખાતમાં 40 બોટ છે.વાવાઝોડાંની વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થવાની છે.6 અને 7 નવેમ્બરના દિવસે હળવોથી મધ્યમ વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે.વાવાઝોડું ગુજરાત પહોંચશે ત્યારે દરિયામાં ઉંચા મોજા ઉછળશે.કચ્છના તંત્રને એલર્ટ રહેવાની સુચના આપવામાં આવી છે.
વાવાઝોડાને કારણે પોરબંદર, જામનગર, દ્વારકા, સોમનાથ, વેરાવળ અને વલસાડ, સુરતમાં વરસાદની આગાહી છે. આજે 5મીએ વાવાઝોડાની ગતિ, દિશા નક્કી થયા પછી ગુજરાત પર કેવી અસર થશે તેનું અનુમાન લગાવી શકાય.હાલની સ્થિતિ મુજબ તો ગુજરાત પર સંકટ આવે તેવું દેખાઈ રહ્યું નથી.