BjpIndiaPolitics

NCP-શિવસેનાની PC Live : NCP ના ધારાસભ્યે કહ્યું કે અજિત અમને ગુમરાહ કરીને રાજભવન લઈ ગયા હતા , શરદ પવારે કહ્યું કે વિશ્વાસ મતમાં ફડણવીસ બહુમત સાબિત નહીં કરી શકે

આજે સવારે મહારાષ્ટ્રમાં બીજેપીએ અજીત પવારના સમર્થનથી સરકાર બનાવી દીધા પછી શિવસેના, કોંગ્રેસ અને શરદ પવાર ચોંકી ગયા હતા.આ દરમિયાન શિવસેના-એનસીપીએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ તરફથી કોઈ જોડાયું નથી.NCP નેતા શરદ પવારે કહ્યું છે કે, અજીત પવારે ભાજપને સમર્થન કર્યું તે તેનો અંગત નિર્ણય છે. NCP તેની સાથે નથી અને કોઈનું સમર્થન તેને નથી. અમારી પાસે 170 ધારાસભ્યોનું અને અપક્ષનું પણ સમર્થન હતું. મને વહેલી સવારે અચાનક ખબર પડી કે અજીત પવારે શપથ લીધા છે.

પ્રેસ કોન્ફરસમાં અજીત પવાર સાથે રાજભવન ગયેલા એનસીપીના અમુક ધારાસભ્યો પણ હાજર છે. તેમણે કહ્યું કે અજીત અમને ગુમરાહ કરીને રાજભવન લઈ ગયા હતા. મતલબ અજીતે પાર્ટી સાથે દગો કરીને ભાજપ સાથે હાથ મિલાવ્યો એ નક્કી છે.

શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે દેશમાં લોકશાહીના નામે ખેલ ચાલી રહ્યો છે તે દેશના લોકોએ જોયો.ઉદ્ધવે કહ્યું કે અજીત અને ભાજપ વિધાનસભામાં બહુમત સાબિત નહીં કરી શકે. શરદ પવાર પણ કરે છે કે એનસીપીના ધારાસભ્યો પાર્ટી સાથે છે.અમે અજીત ને બહુમત સાબિત નહીં કરવા દઈએ.પવારે કહ્યું કે અજીત સામે શું કાર્યવાહી કરવી તે આજે અમે નિર્ણય લઈશું.

પવારે કહ્યું કે સરકાર બનાવવા અમે શક્તિમાન. વિશ્વાસ મતમાં અમે ફડણવીસને હરાવીશું.શિવસેના ના ઉદ્ધવ ઠાકરેએ પડકાર ફેંકતા કહ્યું કે ભાજપ અમારા ધારાસભ્યો તોડીને તો બતાવે.