BjpElectionIndiaPolitics

લો હવે, મહારાષ્ટ્રમાં ભાજપે કહ્યું કે અમારી પાસે 119 MLA છે. સરકાર તો અમે જ બનાવીશું

મહારાષ્ટ્રમાં એક પણ પક્ષ સરકાર નથી બનાવી શક્યું ત્યારે હવે BJP દાવો કરી રહ્યું છે કે તેની પાસે 119 ધારાસભ્યો છે અને જલ્દી તેઓ સરકાર બનાવશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે સરકાર બનાવવાની વાત કરી હતી.બીજી બાજુ શિવસેના,કોંગ્રેસ , NCP સરકાર બનાવવા માટે ચર્ચાઓ કરી રહયા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

ચંદ્રકાંત પાટીલે દાવો કર્યો કે ભાજપને અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત છે અને કુલ આંકડો 119 છે.ભાજપ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી છે અને અમારી પાસે કુલ 119 ધારાસભ્યોનું સમર્થન છે એટલે સરકાર અમે જ બનાવીશું.

બીજી બાજુ NCP ના શરદ પવારે કહ્યું કે અમે સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને અમે 5 વર્ષ પુરા કરીશું. અમે રાજ્યપાલ પાસે શનિવારે બપોરે 3 વાગ્યે મુલાકાત માટે સમય માંગ્યો છે.જયારે ભાજપે કહ્યું છે કે તેમના વગર મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર બનાવવી શક્ય નથી.

શરદ પવારે કહ્યું કે અમે સ્થિર સરકાર બનાવવા માંગીએ છીએ.સરકાર બનશે અને પાંચ વર્ષનો કાર્યકાળ પણ પુરો કરશે.પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપા નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે Shivsena -રાકાંપા-કોંગ્રેસનું ગઠબંધન 6 મહીનાથી વધુ નહીં ચાલે. સામે શરદ પવારે કહ્યું કે મને નોહતી ખબર કે દેવેન્દ્ર ફડણવીસ જ્યોતિષ પણ છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે