BjpCongressIndiaNarendra ModiPolitics

હવે ભાજપ-શિવસેના ના રસ્તા અલગ: મોદી સરકારમાંથી રાજીનામું આપીને શિવસેનાના સાંસદે શું કહ્યું, જાણો

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે શિવસેનાને સમર્થન આપવું કે નહીં એ માટે કોંગ્રેસ અને 3એનસીપાઇ ટોચના નેતાઓની બેઠક બોલાવી છે. આ બધાની વચ્ચે શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. મોદી સરકારમાથી રાજીનામુ આપ્યા બાદ શિવસેનાએ કહ્યું કે ભાજપની સાથે હવે તેમના સંબંધ માત્ર ઔપચારિકતા છે. શિવસેના પ્રવકતા સંજય રાઉતે કહ્યું કે ભાજપે અહંકાર બતાવ્યો છે. 50-50ની ફોર્મ્યુલા પહેલાં નક્કી થઇ હતી પરંતુ ભાજપ પોતાની વાત થી જ ફરી ગયું છે.

સંજય રાઉતે કહ્યું કે આ મહારાષ્ટ્રની જનતાનું અપમાન છે. શિવસેનાની વાત ભાજપ નહીં માને. શિવસેના નેતાએ કહ્યું કે મહારાષ્ટ્રમાં સરકાર રચવામાં અરાજકતાની સ્થિતિ માટે શિવસેના જવાબદાર નથી. ભાજપે નક્કી કરી હતી તેને હવે માની નથી રહ્યું.ભાજપ સામે શિવસેનાએ સત્તાવાર રીતે દુશમની કરી લીધી હોય તેમ શિવસેનાના સાંસદે પણ મોદી સરકારમાંથી રાજીનામુ આપી દીધું છે.

સંજય રાઉતે કહ્યું કે જો રાજ્યપાલે અમને વધુ સમય આપ્યો હોત તો સારું હોત. ભાજપને 72 કલાક આપવામાં આવ્યા હતા પણ અમને ખૂબ ઓછો સમય અપાયો છે. ભાજપની રણનીતિ છે કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે.શિવસેના NCPનો સાથ મળશે તેવી આશાએ ભાજપ સામે લડી રહી છે પણ હજુ એનસીપીએ પોતાના પત્તા ખોલ્યા નથી.

એનસીપી ના શરદ પવારે કહ્યું કે અમને શિવસેનાના સાંસદ ના રાજીનામાં અંગે કોઈ માહિતી મળી નથી. અમે કોંગ્રેસ સાથે બેઠક કરીને અંતિમ નિર્ણય કરીશું કે શિવસેનાને સમર્થન આપવું કે નહીં.