Ajab GajabGujaratIndiaMehsanaNews

મહેસાણાના આ ગામમાં ઢોલી પર થયો કોથળો ભરીને પૈસાનો વરસાદ, સોશિયલ મીડિયા પર વિડીયો થયો વાયરલ…

તમે ડાયરામાં કે ગરબા કાર્યક્રમમાં તો પૈસાનો વરસાદ થતા જોયો જ હશે,આવો જ એક કિસ્સો લગ્નમાં સામે આવ્યો છે.હાલ લગ્ન પ્રસંગની સીઝન ચાલી રહી છે.આવો જ એક કિસ્સો મહેસાણાના એક ગામમાં બન્યો છે.એક પ્રસંગમાં વ્યક્તિએ કોથળો ભરીને પૈસાનો વરસાદ કર્યો હતો.કહેવાય છે કે,વર્ષોથી ચાલી આવતી સામાજિક પ્રથા છે.

જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે,વિડિયોમાં ૧૦ ની નોટો વધુ જોવા મળી રહી છે.જો કે,આ વીડિયો ક્યારનો છે તે અંગે હજી સુધી કોઈ વિગત સામે આવી નથી.માહિતી અનુસાર આ ઘટના મહેસાણાના લીંચ ગામની હોવાનું કહેવામા આવી રહ્યું છે.

આ લગ્ન પ્રસંગમાં ઢોલીડો ઢોલ વગાડી રહ્યો હતો એ સમયે લગ્ન પ્રસંગમાં આવેલા એક વ્યક્તિએ ઉત્સાહમાં આવીને એક કોથળો ભરીને રૂપિયાનો વરસાદ ઢોલી પર કર્યો હતો.

મળતી માહિતી અનુસાર,આ ગામમાં આવી પરંપરા વર્ષોથી ચાલી આવી છે.સામાજિકી પ્રસંગ દરમિયાન ગામમાં પૈસા વેરવાનો રિવાજ વર્ષો જૂનો છે.