GujaratIndiaMehsanaNews

મહેસાણામાં માતાએ જ 3 વર્ષની બાળકીને ગળેફાંસો આપી હત્યા કરી, રાત્રે 3 વાગતા ખેતરમાંથી…

એક માતા પોતાના બાળકની ખુશી માટે આખી દુનિયા સામે લડી લેવા તૈયાર થઇ જતી હોય છે.એક માતા માટે તેનું સંતાન જ તેનું બધું હોય છે.તે બાળકોની ખુશી માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.પરંતુ હવે આ ઘોર કળિયુગમાં માતા જ પોતાના બાળકની દુશ્મન બને તો ? આવો જ એક કિસ્સો મહેસાણાના ગાંધીનગરથી સામે આવ્યો છે,જ્યાં માતાએ ૩ વર્ષની બાળકીની ગળેટૂંપો આપી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

આ મહિલા ગાંધીનગરમાં લિંક રોડ ગોકુલધામ ફ્લેટ સામે ઝૂંપડામાં રહેતી હતી.અહી લીંક રોડ પર નજીકના ખેતરમાંથી 3 વર્ષની બાળકી રાત્રે 3 વાગે ગુમ થઇ હતી.બીજા દિવસે સવારે નજીકના ખેતરમાંથી બાળકીનો મૃતદેહ મળી આવતા પંથકમાં ખળભળાટ મચી ગયો હતો.પોલીસે FSL ટીમ સાથે ડોગ સ્કવોડને ઘટનાસ્થળે બોલાવી લીધી હતી.

વધુ તપાસ દરમિયાન પોલીસ ડોગ સ્ક્વોડ મૃતક બાળકીની માતા સામે આવીને ઉભો રહેતા પોલીસે શંકાના આધારે પૂછપરછ હાથ ધરી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર જણાવીએ તો આ બાળકીની માતાને તેના પિતા દ્વારા તરછોડી દેવામાં આવી છે.આ મહિલા મજૂરી કરી ગુજરાન ચલાવે છે.

બાળકીની માતાને તે વિસ્તારમાં રહેતા એક પરિણીત યુવક સાથે પ્રેમસંબંધ હતો.જ્યારે તેનો પતિ અન્ય મહિલા સાથે રહે છે.અને માતાને તેના પ્રેમી સાથે ક્યાક જવું હોય માટે આ બાળકી અડચણ બને છે એટ્લે પ્રેમી સાથે મળીને જ હત્યા કરી હોવાનું લોકોનું કહેવું છે.