GujaratIndiaMehsanaNews

મહેસાણામાં સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો, પ્રેમલગ્ન કરનાર યુવકના પરિવારને ગ્રામજનોએ આપી આવી સજા, જાણો આ સમગ્ર મામલો,

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે,પ્રેમમાં યુવક-યુવતી એકબીજા માટે બધુ જ ભાન ભૂલી જાય છે અને પરિવારથી વિરુદ્ધ પગલા ભારે છે.આવો જ એક ચોંકાવનાર કિસ્સો મહેસાણાના પુદગામ ગણેશપુરા ગામથી સામે આવ્યો છે,જ્યાં એક જ ગામના યુવક-યુવતીએ પ્રેમ લગ્ન કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે.

માહિતી અનુસાર જણાવીએ તો યુવતી પટેલ પરિવારની છે,જ્યારે યુવક સથવારા પરિવારનો છે.યુવતીએ જણાવ્યુ કે,પતિ બીજી જ્ઞાતિનો હોવાથી ગામના લોકો અમારો વિરોધ કરી રહ્યા છે.જો અમે બહાર નિકળીએ તો પણ અપશબ્દો બોલી અમારી સાથે ખરાબ વર્તન કરે છે.યુવક-યુવતી એક જ ગામના હોવાથી ગામલોકોએ યુવકના પરિવાર સામે બહિષ્કાર કર્યો છે.

એટલું જ નહીં તેમને જીવન જરૂરી ચીજવસ્તુઓ જેવી કે યુવકના પરિવારજનોને દૂધ મંડળીમાંથી દૂધ-ઘી જેવી વસ્તુઓ ન આપવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.આ અંગે યુવકના પરિવારે જણાવ્યુ કે,મારી ભત્રીજી અત્યારે ગર્ભવતી છે. અમારે દૂધ લેવા પણ વિસનગર જવું પડે છે.આ અંગે યુવક-યુવતીએ પંચાયતમાં લેખિતમાં રજૂઆત કરી પરંતુ સરપંચ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

અંતે યુવક અને યુવકના પરિવારજનોએ જિલ્લા કલેક્ટર અને મહેસાણા જિલ્લા પોલીસ સમક્ષ આ સમગ્ર મામલે રજૂઆત કરી હતી.યુવકે જણાવ્યુ કે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.આ વાતને ધ્યાનમાં પોલીસ વડાએ યુવક અને તેમના પરિવાર માટે યોગ્ય કાર્યવાહી કરવાનું કહી વધુ તપાસ હાથ ધરી હતી.