Gujarat

માનતા પૂર્ણ થતા એક મહિલા મોગલ ધામ પહોંચી, કઈ બોલે તે પહેલા જ તેને બાપુએ કહ્યું એવું કે…

માં મોગલના પરચાઓ તમે અનેક સાંભળ્યા હશે. કેમ કે મા મોગલ દરેક લોકોની માનતા પૂર્ણ કરીને તેમના દુઃખ દુર કરતી રહે છે. જયારે મોગલ પોતાના ભક્તોને ક્યારેય નિરાશ પણ જોઈ શકતા નથી. જો તમે સાચા મનથી મોગલ માતાનું નામ લઈ લો છો તો તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે. તમે બધા સારી રીતે જાણતા હશો કે માતાજીનું એક ધામ કબરાઉમાં આવેલું છે, જે મોગલ ધામ તરીકે ઓળખાય છે.

જ્યારે માં મોગલના ગુજરાતમાં ત્રણ ધામ રહેલા છે. તે ભગુડા ઓખાધરા અને કબરાઉમાં આવેલ છે. આ ત્રણ ધામ ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. મોગલ માતાજી ચારણ કુળના દેવી રહેલી છે. પરંતુ અહીં જ્ઞાતિ જાતિ કે ધર્મના ભેદભાવ વગર દરેક લોકો દર્શન કરવા માટે આવી શકે છે.

આજે તમને માતાજીના એવા પરચા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. થોડા સમય અગાઉ એક મહિલા જેને માં મોગલ પર અતૂટ શ્રદ્ધા રહેલી હતી તે પોતાની પુત્રી પરીક્ષામાં પાસ થઈ ત્યારે કચ્છના કબરાઉ ધામ દર્શન કરવા માટે આવી હતી. આ દરમિયાન મહિલા પોતાની સાથે 11 હજાર રૂપિયા રોકડા પણ લઈને આવી હતી.

તેમણે નક્કી કર્યું હતું કે, તે મણીધર બાપુને મળીને આ રૂપિયા તેમના ચરણોમાં અર્પણ કરશે. મહિલા કચ્છના કબરાઉ ધામ પહોંચી અને માતાજીના દર્શન કર્યા હતા. ત્યારે તેમને મણીધર બાપુ પણ મળી ગયા હતા. મહિલા દ્વારા પોતાની પુત્રી સાથે મણીધર બાપુના આશીર્વાદ લીધા અને પછી પોતાની પાસે રાખેલા પૈસા તે મણીધર બાપુને આપે તે પહેલા જ મણીધર બાપુ દ્વારા કહેવામાં આવ્યું કે, તારી માનતા માં મોગલે સ્વીકારી લીધી છે. ત્યાં જ થોડી વારમાં પરિવારને દીકરીના સમાચાર પણ મળ્યા. ત્યારે મહિલા દ્વારા 11000 રૂપિયા મણીધર બાપુને આપ્યા હતા. મણીધર બાપુ દ્વારા જણાવવામાં આવ્યું કે, આ પૈસા તે પોતાની દીકરીને જ આપે તેનાથી મા મોગલ ખુસ થશે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે