GujaratMadhya Gujarat
વડોદરામાં બુલેટ ટ્રેન ના બ્રિજની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના, એકનું મોત
ચોમાસાને લીધે ગુજરાત જર્જરિત મકાનો પડવાની ઘટનાઓ માં સતત વધારો થઈ રહ્યો છે, એવામાં વડોદરામાં કરજણના કંબોલા નજીક બ્રિજની કામગીરી દરમિયાન ક્રેન તૂટી ગઈ હોવાની જાણકારી સામે આવી છે. જ્યારે કંબોલા પાસે ક્રેન તૂટતાં તે દરમિયાન કામ કરતા શ્રમિકો દટાઈ ગયા હતા. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. કાટમાળમાં હજુ પણ કેટલાક શ્રમિક દટાયાની આશંકા રહેલી છે.
તમને જણાવી દઈએ કે, કરણજ ના કંબોલા નજીક હાઈ સ્પીડ પ્રોજેકટ અંતર્ગત બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. L&T કંપની દ્વારા બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું હતું., એલએન્ડટી દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. તે સમયે ક્રેન તૂટી ગઈ હતી. હાલ દટાયેલા મજૂરોની રેસ્કયૂ ની કામગીરી હાથ ધરવામાં આવી છે. કાટમાળમાં હજુ કેટલાક શ્રમિક દટાયા ની આશંકા રહેલી છે. તેના લીધે કરજણ ફાયર બ્રિગેડ દ્વારા મોટાપાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ બનાવના લીધે ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી.
આ ઘટનામાં પાંચ જેટલા લોકોને સામાન્ય ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. જ્લોયારે બે લોકો કાટમાળ નીચે દટાયેલા છે. આ દુર્ઘટનામાં આજુબાજુની અનેક દુકાનો ને ભારે નુકસાન પહોંચ્યું છે. સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમને અવાજ સંભળાતા અમે ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. દુર્ઘટના સર્જાતા આજુબાજુમાં રહેનાર લોકો ભેગા થઈ ગયા હતા. હાલમાં રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે.