RTE એ લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. RTE હેઠળ ખાનગી શાળાઓમાં ધોરણ-1 માં પ્રવેશ બાબતમાં બાળકોના વાલીઓની DEO દ્વારા માહિતી મંગાવવામાં આવી છે. જો બાળકે ધોરણ-1 માં અભ્યાસ કર્યો છે તેમ છતાં આ વર્ષે RTE માં પ્રવેશ માટે અરજી કરી ને પ્રવેશ મેળવ્યો હોય તેવા વાલીઓની જાણકારી DEO દ્વારા મંગાવવામાં આવી છે.
જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ સંચાલક તેમજ પ્રિન્સિપલને આ બાબતમાં પત્ર લખવામાં આવ્યો છે. ધોરણ-1 માં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ RTE હેઠળ પણ ધોરણ-1 માં ફરી પ્રવેશ પ્રાપ્ત કરી શકે નહીં. જે વિદ્યાર્થીએ ધોરણ-1 અથવા ધોરણ-2 માં અભ્યાસ કર્યો હોય તેમ છતાં બાળકોને ચાલુ વર્ષે RTE માં પ્રવેશ મળ્યો હોય તો તેવા બાળકોને રદ્દ કરવાની જાણ કરાઈ છે.
તેની સાથે ફરીથી ધોરણ-1 માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની શાળાઓ પાસેથી જાણકારી પણ મંગાવવામાં આવી છે. જો કોઈપણ વિદ્યાર્થીને RTE હેઠળ ફરી ધોરણ-1 માં પ્રવેશ આપવામાં આવશે તો શાળા વિરુદ્ધ કાર્યવાહીની DEO દ્વારા ચીમકી અપાઈ છે.