SaurashtraGujaratMorbi

કાજલ હિન્દુસ્તાનીના પાટીદાર દીકરીઓ વિશેનાં નિવેદન મામલે મોરબીના DySP નું મોટું નિવેદન

ગુજરાતમાં હાલ કાજલ હિન્દુસ્તાની ચર્ચાનો વિષય બનેલી છે. કેમ કે તેમના દ્વારા પાટીદાર સમાજ ની દીકરી ઓ વિશે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી તેના લીધે પાટીદાર સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે આ મામલામાં મોરબીમાં પાસ કાર્યકર્તા મનોજ પનારા દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મનોજ પનારા દ્વારા મોરબી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાજલ હિન્દુસ્તાની સામે ઝીરો FIR દાખલ કરી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ સમગ્ર વિવાદને લઇ મનોજ પનારા દ્વારા કાજલ હિન્દુસ્તાની સામે જાહેરમાં માફી માંગવાની પણ માંગ કરવામાં આવી હતી. ત્યારે હવે મોરબીના DySP કાજલ હિન્દુસ્તાની વીડિયોમાં જે દાવો કરવામાં આવ્યો છે તે ખોટો હોવાનું કહ્યું છે.

આ મામલામાં મોરબી DySP દ્વારા કહેવામાં આવ્યું છે કે, મોરબીની કોઈપણ કોલેજમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા કરવામાં આવેલ દાવા અનુસાર આવી કોઈ ઘટના ઘટી જ નથી. કાજલ હિન્દુસ્તાની દ્વારા કોલેજનું નામ આપ્યા વગર નિવેદન આપવામાં આવ્યું હતું. તેમ છતાં કાજલ હિન્દુસ્તાની ના નિવેદન બાદ પાટીદારો માં રોષ જોવા મળી રહ્યો છે.

આ બાબતમાં DySP દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી પોલીસ ને તાજેતરમાં જુદા-જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જુદા માધ્યમથી એક એવો મેસેજ સર્ક્યુલેટ કરવામાં આવ્યો હતો કે, મોરબી જિલ્લાની એક જ કોલેજની સાત-સાત દીકરીઓ ને વિધર્મીઓ ભગાડીને લઈ ગયા છે. તેવો વીડિયો પણ વાયરલ થયો છે. આ બાબતમાં મોરબી પોલીસ તરફ જણાવવામાં આવ્યું હતું કે, આવો કોઈ કિસ્સો મોરબી પોલીસમાં નોંધાયો નથી.

એક વીડિયોમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબીમાં એક જ કોલેજ ની 7 પટેલની દીકરીઓ દ્વારા બધા બોયફ્રેન્ડ વિધર્મી બનાવવામાં આવ્યા છે અને તે અંદરોઅંદર બોયફ્રેન્ડ બદલે પણ છે. સાતેય મળીને પેલા છોકરાને 40 લાખની કાર ગિફ્ટ આપવામાં આવી હતી. પિતા બહુ પૈસા કમાવવા માં વ્યસ્ત રહેલા છે. માતા રીલ બનાવવા પોતાની મસ્તીમાં મસ્ત રહેલી છે. ઘરમાં લાખો રૂપિયા પડેલા છે, તિજોરીમાંથી 2-5 લાખ રૂપિયા લઈ લે તો કોને જાણ થવાની છે. આ છોકરી ઓની ઉંમર 16-17 વર્ષની રહેલી છે. હવે વિચારી લ્યો આપણો સમાજ કઈ રસ્તે જઈ રહ્યો છે.