VadodaraGujarat

વડોદરા માં પાર્ટી પ્લોટ ના બેઝમેન્ટમાં થી પૂરનું પાણી બહાર કાઢવા જતા મેનેજર અને સિક્યોરિટી ગાર્ડને મળ્યું મોત

રાજ્યમાં હાલ ચારો તરફ વરસાદી માહોલ બન્યો છે. એવામાં વડોદરામાં ભારે વરસાદના લીધે વરસાદી પાણી ઘરોમાં ભરાઈ ગયા હતા. એવામાં આજે વડોદરાથી એક દુઃખદ ઘટના સામે આવી છે. વડોદરા શહેર નજીકના વેમાલી ગામમાં આવેલા આતિથ્ય પાર્ટી પ્લોટમાં બેઝમેન્ટમાં ભરાયેલા પાણી ઉલેચવા જવાનું ભારે પડ્યું છે. કેમ કે, બંને પાણી ઉલેચવા માટે નીચે ઉતરતા મેનેજર અને સિક્યુરિટી જવાનને મૃત્યુ પ્રાપ્ત થયું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, બંનેના મોત કરંટ લાગવા ના લીધે થયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું રહ્યું છે. મંજુસર પોલીસ દ્વારા બંનેના મૃતદેહના પીએમ અર્થે ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા શહેરના વિમાલી ગામમાં આવેલા અતિથ્ય પાર્ટી પ્લોટમાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ભરાયેલા હતા. જ્યારે જાણકારી મળી છે કે, બેઝમેન્ટમાંથી પાણી બહાર કાઢવા માટે તંત્રની મદદ બે દિવસથી માંગવામાં આવી હોવા છતાં તંત્ર અન્ય કામમાં વ્યસ્ત હોવાના લીધે પહોંચ્યું શક્યું નહોતું. જ્યારે આજે સવારના મેનેજર મયુર પટેલ અને સિક્યુરિટી જવાન સુરેશ પઢિયાના મૃતદેહ બેઝમેન્ટ માંથી મળી આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, ઘટનાને લઈને લોકોનું ટોળું ઉમટી આવ્યું હતું. પ્રાથમિક જાણકારી મુજબ, મેનેજર અને સિક્યુરિટી જવાન પાણી ઉલેચવા માટે અંદર ઉતરેલા હતા અને તે સમયે કરંટ લાગવાથી તેમના મૃત્યુ નીપજ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તેમ છતાં મોતનુ ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ સામે આવ્યા પછી મળી શકશે. મંજુસર પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એમ ટાંકે દ્વારા આ બાબતમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, બંનેના મૃતદેહ પીએમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.