માંગલ ધામને 27 વર્ષ પૂર્ણ થતાં પાટોત્સવનું આયોજન, સંતો મહંતોથી લઈને નામાંકિત કલાકારો રહેશે ઉપસ્થિત
ભાવનગર જિલ્લાના ભગુડા ખાતે આવેલું માંગલ ધામ સૌની આસ્થાની કેન્દ્ર છે. આ ધામને આજે 27 વર્ષ પૂર્ણ થયા હોવાથી આજ રોજ અહીં ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેક સંતો મહંતો સંતવાણી સાંભળાવશે તો આ પટોત્સવમાં અનેક નામાંકિત કલાકારો પણ ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે, માંગલ ધામને આજે 27 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. જે નિમિત્તે માંગલ ધામ ખાતે આજ રોજ ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાટોત્સવમાં,ગુરુ ગોરખનાથ આશ્રમ જૂનાગઢના મહંત યોગી પીર શેરનાથ બાપુ, પૂ. મોરારી બાપુ, દુધરેજ વડવાળા દેવની જગ્યાના મહંત કણીરામ બાપુ, રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ, રામબાપુ,પાળીયાદ વિસામણ બાપુની જગ્યાના મહંત નિર્મળાબા, ધનસુખનાથ, રાજેન્દ્રદાસબાપુ, લેહરગીરી બાપુ, જીણારામ બાપુ તથા રમજુબાપુ સહિત અનેક સંતો મહંતો તેમજ આઈમાં ઉપસ્થિત રહેશે. આ સિવાય પાટોત્સવમાં સાગરદાન ગઢવી,પોપટભાઈ માલધારી, કિર્તીદાન ગઢવી , સાગરદાન ગઢવી સહિતના અનેક નામાંકિત કલાકારો પણ ઉપસ્થિત રહેશે અને સંતવાણીનું રસપાન કરાવશે.
તમને જણાવી દઈએ કે, માંગલ ધામના 27 વર્ષ પૂર્ણ થવા પર આયોજિત પટોત્સવ દરમિયાન ઉપસ્થિત રહેનાર સાહિત્ય તેમજ લોક સાહિત્ય તથા ચારણી સાહિત્યના વિદ્વાન મહાનુભાવોને માંગલ ધામ તરફથી માંગલ શક્તિ એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ વર્ષે હરેશદાન મિસણ, બળદેવભાઈ નરેલા, દરબાર પૂંજાવાળા, જીતુદાન ટાપરિયા, માયાભાઈ આહીર તેમજ કવિ ત્રાપજકર સહિતના લોક સાહિત્યકાર તેમજ ચારણી સાહિત્યના વિદ્વાન મહાનુભાવોને માંગલ ધામ તરફથી માંગલ શક્તિ એવોર્ડ એનાયત કરવામાં આવશે.