GujaratJunagadhSaurashtra

સૌરાષ્ટ્રની કેસર કેરના આગમનથી કેરી રસિકોમાં આનંદો

ગુજરાતમાં ગીર-સોમનાથ, અમરેલી,પોરબંદર અને જૂનાગઢ જિલ્લો કેરીના ઉત્પાદનમાં મુખ્યત્વે ભાગ ભજવે છે. સૌરાષ્ટ્રના પંથકમાંથી વિદેશમાં ફળોના રાજા કેરીનો નિકાસ પણ કરવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે કમોસમી વરસાદ પડવાને કારણે અમરેલી જિલ્લાના કેરીનો પાક કરનારા ખેડૂતોને ખૂબ નુકસાની પણ પહોંચી છે.

ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદને કારણે અનેક ખેડૂતોને નુકશાની વેઠવી પડી છે. ત્યારે આ બધા વચ્ચે અમરેલી જિલ્લા સહિત ગીર વિસ્તારમાં કેસર કેરીનું આગમન થઇ ચૂક્યું છે. ફળોના રાજા કેસર કેરીનું બજારમાં આગમન થતાની સાથે જ ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. કેસર કેરીનો ભાવ 90 રૂપિયા અને કેસર જમ્બોનો ભાવ 120 રૂપિયા બોલાયો છે.

નોંધનીય છે કે, અમરેલી જિલ્લામાં આવેલા ધારી અને સાવરકુંડલા સહિતના તાલુકાઓમાં કેરીનો પાક બાગાયતી પાક તરીકે લેવામાં આવે છે. પરંતુ બે વર્ષ લાબેલ વાવાઝોડામાં વૃક્ષોને મોટું નુકસાન પહોંચ્યું હતું તેમજ ચાલુ વર્ષે ગમે ત્યારે પડી જતા કમોસમી વરસાદને કારણે આ વર્ષે કેરીના ભાવમાં ખૂબ જ ઉછાળો જોવા મળ્યો છે. તાલાલાની કેરી બજારમાં આવતા હાલ કેસર કેરીનો ભાવ 90 રૂપિયા અને કેસર જમ્બોનો ભાવ 120 રૂપિયા બોલાયો છે. હાલ તો બજારમાં લોકો કેસર કેરી લેવા પડા પડી કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, ચાલુ વર્ષે કમોસમી વરસાદ પડવાને કારણે સમગ્ર ગુજરાતના કેરી પકવતા ખેડૂતોને નુકશાની ભોગવવાની આવી છે. અને માટે જ આ વખતે કેરીના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. જો કે, ફળોના રાજા કેરીનું બજારમાં આગમન થઈ જતા કેરી રસિકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.