કબરાઉં મોગલધામમાં માનતા ના રૂપિયા લઈને જશો તો મણીધર બાપુ ઉપરથી એક રૂપિયો આપીને પરત કરી દેશે
માતા મોગલ 18 વરણની માતા કહેવાય છે. તેના દરબારમાં નાત જાતના ભેદ વિના દરેક ભક્તોનું સ્વાગત કરવામાં છે. માતાના ચરણોમાં જે વ્યક્તિ એકવાર શરણે થાય તેના જીવનમાંથી સમસ્યાઓ દૂર થઈ જાય છે. અહીં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો રોજ દર્શન કરવા આવે છે.
કબરાઉ ખાતે ઘણા ભક્તો એવા આવે છે જેમની માનતા માતાએ પૂરી કરી હોય. આવા લોકો જ્યારે કબરાઉ આવે છે ત્યારે ભેટ તરીકે રૂપિયા પણ લાવતા હોય છે. જોકે મોટાભાગના લોકોના રૂપિયા મણીધર બાપુ તેની ઉપર એક રૂપિયો મૂકીને પરત કરી દેતા હોય છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે જે અહીં રૂપિયા મોકલાવતા રહે છે. આ રીતે આવેલા રૂપિયાનો ખર્ચ પણ મણીધર બાપુ ખાસ રીતે કરે છે.
આજે તમને જણાવીએ કે મોગલ ધામમાં જે રૂપિયા આવે છે તેનો ખર્ચ મણીધર બાપુ કઈ રીતે કરે છે. મણીધર બાપુ જે પણ વ્યક્તિ તેમને પૈસા આપે છે તેના ઉપર એક રૂપિયો મૂકીને પરત આપે છે અને કહી દે છે કે આ રૂપિયા તેના ઘરની દીકરીઓને આપી દેવામાં આવે. તેઓ કહે છે કે માતા પોતાના ભક્તોની માનતા અનેક ગણી સ્વીકારે છે. અહીં કોઈ જ પ્રકારની દાન પેટી રાખવામાં આવી નથી.
કારણકે મણીધર બાપુ કહે છે કે માતાને રાજી રાખવા માટે દાન પેટી ની જરૂર નથી માતા ભક્તોના ભાવના ભૂખ્યા છે. તેથી જ કોઈપણ પ્રકારની ભેટ મણીધર બાપુ સ્વીકારતા નથી અને જે રૂપિયા માનતા પૂરી થયા પછી લેવાના હોય તે લઈ તેના ઉપર એક રૂપિયો મૂકીને પરત કરી દેતા હોય છે