CrimeIndia

મણીપુરમાં 100-200 લોકોના ટોળાએ 2 મહિલાઓને નિર્વસ્ત્ર ફેરવી, જાહેરમાં પ્રાઇવેટ પાર્ટમાં હાથ નાખ્યો, વિડીયો વાયરલ થતાં દેશભરમાં લોકોમાં આક્રોશ

manipur viral video: મણિપુરમાં સ્થિતિ ફરી વણસી રહી છે. દેશના આ પૂર્વોત્તર રાજ્યમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, 4 મે નો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક સમુદાયની મહિલાઓને નગ્ન અવસ્થામાં રસ્તા પર ફેરવવામાં આવી રહી છે. આ ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ છે. અધિકારીઓનું કહેવું છે કે ગુરુવારે આઈટીએલએફના પ્રદર્શનના એક દિવસ પહેલા જ આ વીડિયો સર્ક્યુલેટ કરવામાં આવ્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયોને એટલા માટે વાયરલ કરવામાં આવી રહ્યો છે, જેથી તે સમુદાયની દુર્દશાને ઉજાગર કરી શકાય.ITLFના પ્રવક્તાએ કહ્યું કે વિડીયો 4 મે નો છે. જેમાં મહિલાઓને નગ્ન અવસ્થામાં ફેરવવામાં આવી છે. વીડિયોમાં દેખાય છે કે મહિલાઓ સાથે અત્યાચાર થઈ રહ્યો છે અને મહિલાઓને બંધક બનાવીને લઈ જવાઈ રહી છે. તે સતત મદદ માટે વિનંતી કરતી જોવા મળે છે.

ગુનેગારોએ આ વીડિયો બનાવ્યા બાદ વાયરલ પણ કર્યો છે. આનાથી આ નિર્દોષ મહિલાઓ દ્વારા સહન કરવામાં આવતી ભયાનક યાતનામાં અનેકગણો વધારો થયો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ મામલે મણિપુર પોલીસનું નિવેદન આવ્યું છે. મણિપુર પોલીસે કહ્યું કે, ‘2 મહિલાઓના વાયરલ વીડિયોના સંબંધમાં દોષિતોને પકડવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 4 મે, 2023 ના રોજ અજાણ્યા સશસ્ત્ર બદમાશો દ્વારા 2 મહિલાઓની નગ્ન પરેડના વાયરલ વીડિયોના સંબંધમાં, અપહરણ, ગેંગરેપ અને હત્યા વગેરેનો કેસ નોંધવામાં આવ્યો છે.