India

દહેજ વગર કરવાના હતા લગ્ન, પછી લગ્નમાં ગાડી ના મળવાથી તોડી દીધા લગ્ન

દહેજ પ્રથા વિરુડ ભલે ગમે એટલા નિયમ અને કાનૂન બની જાય પણ તેમ છટા પણ અમુક લાલચી લોકો પોતાના કાંડ કરીને જ રહે છે. આજે પણ દહેજના નામે ઘણા ઘરમાં અનેક યુવતીઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે તો ઘણી યુવતીઓ લગ્નની બધી તૈયારી કરીને બેઠી હોય છે પણ દહેજ ના મળવાને લીધે વરપક્ષ જાન લઈને પરત જતાં રહેતા હોય છે. આવું જ કશુંક થયું છે આ પીડિત યુવતી સાથે.

લગ્નના નામે દહેજમાં મોંઘી રકમ ન ભરવાના કારણે લગ્નના એક દિવસ પહેલા જ વરરાજાએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. સંબંધ નક્કી કરતી વખતે વરરાજાના પરિવારે દહેજ ન લેવાનું કહીને માત્ર એક રૂપિયામાં લગ્નની ખાતરી આપી હતી. જોકે છોકરીના પરિવારજનોએ છોકરાના પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.

વાસ્તવમાં મામલો હરિયાણા રાજ્યના સોહના વિસ્તારનો છે. અહીંના ગેહલોત વિહારમાં રહેતી ગરિમા જાંગરાના લગ્ન એક વર્ષ પહેલા દિલ્હીના ઉત્તમ નગરમાં રહેતા રોબિન સાથે નક્કી થયા હતા. લગ્ન નક્કી કરતી વખતે છોકરાના પિતાએ માત્ર એક રૂપિયામાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

તે પછી યુવતીનો પરિવાર બહુ ખુશ હતો, જુલાઇના ધૂમધામથી સગાઈ પણ કરી દેવામાં આવે છે. પણ સમય સાથે યુવકના ઘરનાએ પોતાની ડિમાન્ડ મૂકવાનું શરૂ કર્યું. શરૂઆતમાં છોકરીવાળા દાગીના આપવાની વાત કહી પણ પછી તે રોકડ આપવા માટે કહે છે. છોકરીવાળા દરેક વાત માનવા લાગે છે. પણ તેમ છતાં તેઓની માંગણીઓ ચાલુ જ રહે છે. છોકરાવાળા દહેજમાં ક્રેટા ગાડી માંગે છે.

કોઈક રીતે છોકરીના પિતાએ ક્રેટા કારની પણ વ્યવસ્થા કરી હતી, પરંતુ છોકરાએ એમ કહીને લગ્ન કરવાની ના પાડી દીધી હતી કે તેને ક્રેટામાં મોટી મોડલની કાર જોઈએ છે. આ લગ્ન 18 ફેબ્રુઆરીના રોજ થવાના હતા, પરંતુ 16 ફેબ્રુઆરીએ હલ્દી અને મહેંદી સેરેમની બાદ જ વરરાજાએ વાહનના અભાવે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

જે બાદ છોકરાના પિતા સહિત કેટલાક સંબંધીઓ વિરુદ્ધ સોહાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. પોલીસ પાસે ગયા પછી પણ છોકરાના પરિવારના સભ્યો છોકરીના પરિવારને ધમકી આપી રહ્યા છે. છોકરાના પરિવારજનોએ એક વીડિયો બનાવીને છોકરીને મોકલ્યો હતો, જેમાં તેઓ ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહીને આત્મહત્યા કરી લેવાની ધમકી આપી રહ્યા છે.