InternationalNews

“Friends” ફેમ મેથ્યુ પેરીનું નિધન, શંકાસ્પદ હાલતમાં લાશ મળી

હોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અમેરિકન-કેનેડિયન એક્ટર અને કોમેડિયન મેથ્યુ પેરી (Mathew Perry) હવે નથી રહ્યા. સિટકોમ ‘Friends’ની સિરીઝથી ફેમસ થયેલા મેથ્યુ પેરીનું 54 વર્ષની વયે અવસાન થયું છે. આ સમાચાર બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

અમેરિકાના લોકપ્રિય સિટકોમ Friends એક્ટર મેથ્યુ પેરીનો મૃતદેહ તેના ઘરેથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. ‘ફ્રેન્ડ્સ’ ફેમ મેથ્યુ પેરીના નિધનથી માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ નહીં પરંતુ તેના ચાહકો માટે પણ ભારે આઘાત લાગ્યો છે.

આ કારણે મેથ્યુ પેરીનું મૃત્યુ થયું હતું:

મેથ્યુ 90 ના દાયકાના શો F.R.I.E.N.D.S. માં Chandler Bing નું પાત્ર ભજવીને રાતોરાત વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ગયો. લોસ એન્જલસ ટાઇમ્સ અનુસાર, મેથ્યુની લાશ તેના લોસ એન્જલસના ઘરના હોટ ટબમાંથી મળી આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે મેથ્યુનું મોત ડૂબી જવાથી થયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મેથ્યુ પેરીના મૃત્યુ અંગે અપડેટ શેર કરતા પોલીસે કહ્યું કે તેની પાછળ કોઈ કાવતરું નથી.

આ પણ વાંચો: સુરતમાં એક જ પરિવારના 7 લોકોએ કરી આત્મહત્યા: પિતાએ તમામ સભ્યોને ઝેર આપી ગળેફાંસો ખાઈ લીધો; મૃતકોમાં 3 બાળકો

આ પણ વાંચો: saturn direct 2023 : હવે શનિ ચાલશે સીધી ચાલ, આ રાશિઓ પર વરસાવશે કૃપા

મેથ્યુએ ટીવીની નાની ભૂમિકાઓ ભજવીને તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. ‘બોય્ઝ વિલ બી બોયઝ’ શોમાં ચેઝ રસેલનું તેનું પાત્ર ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. આ શો 1987 થી 1988 સુધી ચાલ્યો હતો. આ પછી, તેણે ગ્રોઇંગ પેન્સ અને સિડની જેવા શોમાં નાના રોલ કરીને લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી, પરંતુ 1994માં શરૂ થયેલા શો ‘ફ્રેન્ડ્સ’એ મેથ્યુનું નસીબ ચમકાવી દીધું. આ તેની કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ રહ્યો છે. તમને જણાવી દઈએ કે થોડા વર્ષો પહેલા મેથ્યુ પેરીએ મોલી હર્વિટ્ઝ સાથે સગાઈ કરી હતી, પરંતુ 6 મહિના પછી બંનેએ સગાઈ તોડી નાખી અને સંબંધનો અંત લાવી દીધો.

આ પણ વાંચો: મિત્રને મળવા જતા રાજકોટના 19 વર્ષીય પટેલ યુવકનું રસ્તામાં અકસ્માતમાં મોત