SaurashtraGujaratJunagadh

જુનાગઢમાં ભડકાઉ ભાષણ કરનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુંબઈથી ધરપકડ, લવાશે ગુજરાત

જૂનાગઢમાં જાહેરસભામાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ગુજરાત ATS અને મુંબઈ ATS દ્વારા મુંબઈથી અટકાયત કરવામાં આવી છે. આ મામલામાં જૂનગાઢ પોલીસ દ્વારા કાર્યક્રમના બે આયોજકો મલેક અને હબીબની પણ ધરપકડ પહેલાથી કરી લેવામાં આવી હતી. ત્યાર બાદ ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરીની તપાસ હાથ ધરવામાં આવી હતી અને હવે તેની મુંબઈથી અટકાયત કરી લેવામાં આવી છે.

આ મામલામાં જૂનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 31 જાન્યુઆરીની રોજ રાત્રીના ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસેના ખુલ્લા મેદાનમાં આયોજિત એક કાર્યક્રમમાં આયોજન કરાયું હતું. તેની સાથે ધર્મ અને વ્યસન મુક્તિના કાર્યક્રમના નામે આ જાહેરસભાની મંજૂરી લેવાઈ નહોતી અને આ કાર્યક્રમમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરી દ્વારા ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે, કાર્યક્રમ 31 જાન્યુઆરીના રોજ જૂનાગઢની નરસિંહ વિદ્યામંદિર ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. જ્યારે આ કાર્યક્રમ દરમિયાનનો મૌલાના મુફ્તી સલમાન અઝહરી દ્વારા કરવામાં આવેલ ભડકાઉ ભાષણનો વિડીયો એક સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સોશિયલ મીડિયા પર  22 સેકન્ડનો વિડીયો વાયરલ થઈ હતો. તેમાં મુફ્તી સલમાન ‘આજ કુત્તોં કા વક્ત હૈ, કલ હમારા દૌર આયેગા’ જેવાં ભડકાઉ વાક્યો કહેવામાં આવ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ આયોજકો અને મૌલાના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.