22 વર્ષની ઉંમરમાં જ આ અભિનેત્રીએ દુનિયાને અલવિદા કહી દીધું, અકસ્માતમાં થયું મોત
પ્રખ્યાત કન્નડ ટીવી અભિનેત્રી મેબીઆના માઇકલનું મંગળવારે સાંજે માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. અભિનેત્રી 22 વર્ષની હતી. Pyaate Hudugir Halli Life શો માં વિજેતા બનેલી મેબીઆના માઇકલે અચાનક વિદાય લઈને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. તેમના ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
અકસ્માત મંગળવારે સાંજે થયો હતો જેમાં મેબિઆના માઇકલની કાર ટ્રેક્ટર સાથે અથડાઇ હતી. રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રી તેના વતન મેડિકિરી જઈ રહી હતી, પરંતુ વચ્ચે જ તેની કારનો અકસ્માત થયો હતો. મેબીઆનાના મિત્રોની હજી પણ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે, પરંતુ મેબીઆના એ રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. આટલી નાની ઉંમરે તેની વિદાય લેવી એ સૌ માટે દુઃખની વાત છે.
Pyaate Hudugir Halli Life શો ના હોસ્ટ અકુલ બાલાજી પણ શોક વ્યક્ત કરી રહયા છે. તેમણે ટ્વીટ કર્યું – મારી પ્રિય સ્પર્ધક અને પિયાતે હુડુગીર હલી લાઇફ સીઝન 4 ની વિજેતા અચાનક જતી રહી તે મારા માટે આંચકો છે. હું માનતો નથી કે તે આપણી વચ્ચે નથી.
મેબિઆના માઇકલને Pyaate Hudugir Halli Life શો દ્વારા લોકપ્રિયતા મળી હતી. આ શોમાં બતાવવામાં આવ્યું હતું કે સ્પર્ધકોને પોતાનું ઘર છોડીને કોઈ ગામમાં રહેવું પડે છે. તેઓએ બધી સુવિધાઓ છોડી ગામનું જીવન જીવવાનું છે.આ શો મેબિઆના એ જીત્યો હતો.