GujaratMehsanaNorth Gujarat

મહેસાણા-વિસનગર હાઈવે પર કારચાલકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષાચાલકનું મોત, અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનુંસામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલનાસમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માંબનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત મહેસાણાથી સામે આવ્યો છે.

મહેસાણા-વિસનગર હાઇવે ઉપર બાસણા પાસે કાર ચાલક દ્વારા રિક્ષાને અડફેટે લેવામાં આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષા ચાલકનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષામાં સવાર અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, કારની વાત કરવામાં આવે તો કાર ફૂલઝડપે મહેસાણા-વિસનગર હાઇવે પર આવી રહી હતી. તેના દ્વારા રિક્ષાને અડફેટે લેવામાં આવતા રિક્ષા ચાલકનું ઘટનાસ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

તેનીઓ સાથે તાજેતરમાં બનેલ અમદાવાદ અકસ્માતની ઘટનાએ ચકચાર મચાવ્યો છે. તેના લીધે બેફામ વાહનો ચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા સખ્ત કાર્યવાહી કરવાની સાથે દંડ ફટકારવામાં આવી રહ્યો છે. એવામાં જાણે કોઈનો પણ ભય ના હોય તેમ કારચાલકો સ્પીડ વાહન ચલાવી રહ્યા છે તેને લઈને અકસ્માત પણ સર્જાઈ રહ્યા છે. એવામાં આજે મહેસાણા-વિસનગર હાઇવે પરથી ભયંકર અકસ્માતમાં રિક્ષાચાલકનું કરુણ મોત નીપજ્યું છે.