India

લક્ઝરી કારમાં બે લોકો આવ્યા, G-20 સમિટ માટે લગાવેલા ફૂલના કુંડાને ચોરીને જતા રહ્યા, વિડીયો વાયરલ

ભારતને આ વર્ષે G-20નું અધ્યક્ષપદ મળ્યું છે. અલગ-અલગ શહેરોમાં મીટીંગ યોજાઈ રહી છે. આ માટે શહેરોના બ્યુટીફિકેશનની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ પ્રશાસનના લોકો આના પર પાણી ફેરવતા જોવા મળે છે. મામલો હરિયાણાના ગુરુગ્રામનો છે. જ્યાં જી-20 અંતર્ગત 1 થી 3 માર્ચ દરમિયાન બેઠક યોજાવાની છે.

આને ધ્યાનમાં રાખીને, મહેમાનોના સ્વાગત માટે રસ્તાના કિનારે ફૂલોના કુંડાઓ શણગારવામાં આવ્યા હતા. પરંતુ કેટલાક લોકોને આ સુંદરતા પસંદ નથી આવી રહી. રસ્તાના કિનારે રાખેલા ફૂલના કુંડાને તેમને જાણે ગમ્યા નહી અને ઉપાડીને લઇ ગયા.આ કેસનો આખો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લાખો રૂપિયાની લક્ઝુરિયસ કારમાં 2 વ્યક્તિઓ રસ્તાના કિનારે બ્યુટિફિકેશન માટે લગાવવામાં આવેલા ફૂલના કુંડાને ગુપ્ત રીતે છુપાવતા જોવા મળી રહ્યા છે.

આ વીડિયો દિલ્હીથી ગુરુગ્રામ જતા માર્ગ પર ગુરુગ્રામના એન્ટ્રી પોઈન્ટનો છે. તપાસમાં જાણવા મળ્યું કે 1લી માર્ચથી 3જી માર્ચ સુધી ગુરુગ્રામમાં G-20ની મીટિંગ છે અને આ માટે G-20 ગુરુગ્રામની મીટિંગ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરીને સુંદરતા બનાવવામાં આવી રહી છે. ગુરુગ્રામ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી આ બ્યુટિફિકેશન માટે જવાબદાર છે. જુઓ વિડીયો:

જણાવી દઈએ કે આ વીડિયો ગયા સોમવારે બપોરેનો છે. જ્યારે આ બંન્ને લોકો રોડ કિનારે રાખેલ કુંડાઓ ઉપાડી કારમાં રાખી રહ્યા હતા. તે જ સમયે ત્યાંથી જઈ રહેલા એક રાહદારીએ આ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. જો કે, આ બાબતે ગુરુગ્રામ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓનું કહેવું છે કે તેઓ આ મામલે યોગ્ય કાર્યવાહી કરશે.