હવામાન વિભાગે વરસાદને લઇને કરી મોટી આગાહી, રાજ્યમાં ચાર દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળશે
ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તેની સાથે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. તેમાં પણ ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દ્વારકા, જામનગર સહિતના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આજે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનો છે. તેમાં પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળશે જેમાં જૂનાગઢ, જામનગર, પોરબંદર, રાજકોટ, ભાવનગરમાં સૌથી વધુ વરસાદ વરસે તેવી આગાહી કરવામા આવી છે. આ સિવાય દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે. આ સાથે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા રહેલી છે. તેની સાથે માછીમારોને ચાર દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે રાજ્યમાં સિઝનનો 65 ટકા ઉપર વરસાદ વરસી ચુક્યો છે.