AhmedabadGujarat

હવામાન વિભાગે લઈને કરી મોટી આગાહી, રાજ્યના તમામ જિલ્લામાં વરસાદી માહોલ બનશે

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બન્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લા વરસાદની આગાહી કરી છે. તેમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળી શકે છે. જ્યારે કચ્છ, દ્વરકા, મોરબીમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. તેની સાથે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સવારથી જ વરસાદી માહોલ બન્યો છે.

હવામાન વિભાગ અનુસાર, આજે કચ્છ, દ્વરકા, મોરબીમાં ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. તેની સાથે જામનગર, પોરબંદર, રાજકોટમાં પણ વરસાદી માહોલ બનશે. તે જ રીતે ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ અને મહેસાણામાં પણ વરસાદની આગાહી છે.

આ સિવાય હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યના સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડામાં પણ વરસાદી માહોલ બનશે. ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, તાપી, ડાંગ, વલસાડ, સુરત, નવસારી, નર્મદા, છોટાઉદેપુર અને અરવલ્લીમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે આજ સવારથી રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ બન્યો છે. તેનાથી એક વાત તો સ્પષ્ટ છે કે આજે લોકોને ગરમીથી રાહત મળશે.