AhmedabadGujarat

હવામાન વિભાગ વરસાદને લઈને કરી અત્યાર સુધીની સૌથી મોટી આગાહી, આ વિસ્તારોમાં કાળ બની તૂટશે વરસાદ

વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ભયંકર આગાહી કરવામાં આવી છે. એવામાં સુરતમાં ગઈ કાલના રોજ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે ધોરાજી, સુત્રાપાડામાં 10 ઇંચ, કોડિનારમાં 6.5 ઇંચ વરસાદ વરસતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેની સાથે આજે પણ અનેક વિસ્તારો માટે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે કેટલાક વિસ્તારો માટે અતિભારે વરસાદનું રેડ એલર્ટ પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. ગુજરાત સિવાય દેશના અનેક વિસ્તારો માટે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે.

હવામાન વિભાગે આજે ગુજરાતમાં અમરેલી, ભાવનગર અને વલસાડ માટે વરસાદી રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેની સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય જૂનાગઢ, ગિર સોમનાથ માટે ભારે વરસાદની આગાહી કરતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે પોરબંદર, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ માટે યેલો એલર્ટ હવામાન વિભાગ આપ્યું છે. આ સિવાય દમણ અને દાદરા નગર હવેલી માટે પણ વરસાદનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

તેની સાથે આવતી કાલના 20 મી જુલાઈ માટે જુનાગઢ, અમરેલી, ગિર સોમનાથ, ભાવનગર અને સાબરકાંઠા તથા બનાસકાંઠા માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. આ સિવાય પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, રાજકોટ અને પોરબંદર માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે. તેની હવામાન વિભાગ ગુજરાતમાં સર્વત્ર વરસાદની આગાહી કરી છે.