ગુજરાતમાં ધીરે-ધીરે ચોમાસું બેસતું જોવા મળી રહ્યું છે. એવામાં હવે દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં અને હવે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ બનવાનો છે. રાજ્યમાં અનેક જિલ્લાઓ માં વરસાદી માહોલ બન્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ વરસ્યો છે. તેમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. જેમાં દાંતામાં આઠ ઈંચ અને વડગામમાં ચાર ઇંચ અને મહીસાગરના કડાણામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
એવામાં આજે હવામાન વિભાગ દ્વારા વધુ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ રહેવાનો છે. જ્યારે મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, , ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલમાં વરસાદી માહોલ રહેવાનો છે.
તેની સાથે હવામાન વિભાગે છથી આઠ તારીખના પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વડોદરા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ગાજવીજ વરસાદની આગાહી કરી છે. તેના સિવાય કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, રાજકોટ અને દેવભૂમિ દ્વારકા હળવો વરસાદ જોવા મળશે.