AhmedabadGujarat

હવામાન વિભાગની મોટી આગાહી, વાવાઝોડાના ટકરાયા બાદ હવે શું થશે…..

બિપોરજોય વાવાઝોડું કચ્છ જિલ્લામાં મોડી રાત્રીના ટકરાયુ હતું. આ ચકવાત ભયંકર ચક્રવાતમાં ફેરવાયું છે. જ્યારે આજ સુધીમાં આ વાવાઝોડું ધીમું પડશે. ત્યારબાદ વાવાઝોડાની સ્થિતિ આગળ શું રહેશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતી દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, વાવાઝોડાએ ઉત્તર પૂર્વથી સૌરાષ્ટ્ર કચ્છ કોસ્ટને ક્રોસ કરી લીધું છે. તેણે જખૌ પોર્ટ પાસે રાત્રી 10.30 વાગ્યાના આજુબાજુ આ ક્રોસ કર્યું હતું. રાત્રીના 11 વાગ્યાથી 11:30 સુધીમાં વાવાઝોડું ટકરાયું હતું. ચક્રવાત દરમિયાન 115 થી 125 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 140 કિલોમીટર સુધી આ દરમિયાન પવન ફૂંકાયો હતો. જખૌ પોર્ટથી 10 કિલોમીટર દૂર ઉત્તર દિશામાંથી વાવાઝોડું આગળ વધ્યું હતું.

વાવાઝોડાની પરીસ્થિતિને જોતા તેમને જણાવ્યું છે કે, હાલમાં વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છ ઉપર યથાવત રહેવાનું છે. વાવાઝોડાને શાંત પડવામાં થોડો સમય લાગી શકે છે. વાવાઝોડા ધીમે-ધીમે સાંજ સુધીમાં શાંત પડશે. વાવાઝોડુ શાંત પડીને સાયક્લોનિક સ્ટોર્મ થશે અને ત્યાર બાદ ડિપ્રેશન બની વાવાઝોડું સમાપ્ત થશે. આજે સવારના સમય દરમિયાન વાવાઝોડું શાંત પડી શકે છે તેવી શક્યતા છે. ત્યાર બાદ આજે સાંજે અથવા તો આવતીકાલના સવાર સુધીમાં વાવાઝોડું સિવિયર સાયક્લોનમાંથી સાયક્લોનિક સ્ટોર્મ અને બાદમાં ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. વાવાઝોડાના લીધે હજુ 60 થી 70 કિમી ની ઝડપે પવન ફૂંકાશે તેમજ ભારે વરસાદ પણ વરસશે. તેમ છતાં કાલ કરતા પવનની ઝડપ ઓછી રહેશે. તેમ છતાં વાવાઝોડા બાદ વરસાદ જોવા મળશે.

આ તેમને વધુમાં જણાવ્યું છે કે, વાવાઝોડા બાદ સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણમાં ભારે વરસાદ જોવા મળશે. કચ્છ, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી હજી પણ રહેલી છે. પરંતું અમદાવાદમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ વરસી શકે છે. જ્યારે માછીમારોને દરિયો ન ખેડવાના મનાઈ ફરમાવામાં આવી છે. તેમજ દરિયાની સ્થિતિ બદલાતા હવે LCS 3 નંબરનું સિગ્નલ લગાવાશે.