રાજ્યમાં હાલ વરસાદના વિરામ લેવામાં આવ્યો છે. તેની સાથે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા માં છૂટા છવાયા વરસાદની હવામાન વિભાગે દ્વારા આગાહી કરી છે.
તેની સાથે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતનાં ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને આણંદમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે બીજી તરફ અમદાવાદ, પંચમહાલ, દાહોદ અને ડાંગમાં પણ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે મધ્ય ગુજરાતનાં મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર તેમજ નર્મદામાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરી છે. તેની સાથે બે દિવસથી મધ્ય ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની પણ આગાહી કરી છે.
આ સિવાય દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતનાં અનેક તાલુકામાં વરસાદની આગાહી કરી છે. જેમાં ભરૂચ, નવસારી, સુરત, વલસાડ અને તાપીમાં વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં પણ અનેક તાલુકાઓમાં વરસાદને લઈને આગાહી કરી છે. સૌરાષ્ટ્રનાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, ભાવનગર, મોરબી અને ગીર સોમનાથ તેમજ કચ્છમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.