AhmedabadGujarat

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈને કરી નવી આગાહી

હવામાન નિષ્ણાત અબાલાલ પટેલ દ્વારા વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અરબ સાગર થી વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થઈ છે. હાલમાં વાવાઝોડું ઓમાન તરફ ચાલ્યું ગયું છે. તેમ છતાં વાવાઝોડાની ગુજરાતમાં અસર જોવા મળશે. વાવાઝોડાના લીધે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. ત્યારે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે.

અંબાલાલ પટેલ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે,  7 થી 9 જૂન ની વચ્ચે દરિયામાં હલચલ જોવા મળશે. તેની સાથે સમુદ્રમાં ઉંચા મોજા પણ ઉછળશે. આ દરમિયાન કેરળમાં વરસાદ પણ વરસી શકે છે. ગુજરાતમાં 15 જૂન સુધીમાં વરસાદી માહોલ બની શકે છે. ગુજરાતમાં આ દરમિયાન વાવાઝોડાની અસર પણ જોવા મળશે. તેની અસરના લીધે ગુજરાતમાં વરસાદી માહોલ પણ જોવા મળશે. આ સિવાય ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો જોવા મળશે.  અંબાલાલ પટેલ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે, 7, થી 9 જૂનના કેરળમાં વરસાદ માહોલ બનતા ગુજરાતમાં ચોમાસું સમયસર આવવાની શક્યતા રહેલી છે.

આ અગાઉ હવામાન વિભાગ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, અરબ સાગરમાં સર્ક્યુલેશન હવે લો પ્રેશર માં ફેરવાયું છે. આ વાવાઝોડું ધીરે-ધીરે આગળ વધી રહ્યું છે. તેની સૌથી વાવાઝોડાની દિશામાં સતત ફેરફાર થઈ રહ્યો છે. પહેલા ગુજરાત પછી પાકિસ્તાન અને હવે આ વાવાઝોડું ઓમાન તરફ જઈ રહ્યું છે. અરબી સમુદ્રમાં બનેલું આ સાયક્લોનિક સર્ક્યુલેશન હવે લો પ્રેશર બન્યું છે.  હાલના સમયે આ વાવાઝોડું ઓમાન તરફ જતું જોવા મળી રહ્યું છે.