તમને જણાવી દઈએ કે મેથીની અંદર ઘણા બધા એવા ગુણ હોય છે જેથી ઘણાબધા પ્રકારના રોગોનો ઉપચાર કરી શકાય છે. એટલું જ નહીં પણ મેથીને બહુ પહેલાના સમયથી આયુર્વેદમાં મેથીનો ઉપયોગ દવાઓ બનાવવામાં થતો હોય છે. આ વાત સાચી પણ છે મેથી ખૂબ ફાયદાકારક હોય છે પણ તેના બીજનો સ્વાદ થોડો કડવો હોય છે પણ તેની સુગંધ બહુ મસ્ત હોય છે. તો આવો જાણીએ મેથીના ફાયદા અને નુકશાન વિષે.
ડાયાબિટીસમાં : સૌથી પહેલા તમને જણાવી દઈએ કે મેથીમાં બ્લડ શુગર ઘટાડવાના ગુણો છે. કેટલાક અભ્યાસો સૂચવે છે કે મેથીના દાણાનું સેવન ટાઇપ-2 ડાયાબિટીસ ધરાવતા લોકોના લોહીમાં ખાંડનું સ્તર ઘટાડે છે. મેથીના દાણા દરરોજ 5-50 ગ્રામ સુધી ખાવા જોઈએ. મેથીનો ઉપયોગ ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતા લોકોમાં પેશાબમાં ખાંડનું પ્રમાણ ઘટાડે છે.
માસિક દરમિયાન : તમને જણાવી દઈએ કે મેથીનો ઉપયોગ માસિક ધર્મ દરમિયાન અસહ્ય દુખાવામાં રાહત આપે છે. માસિક ધર્મના ત્રણ દિવસ પહેલા મેથીના પાવડરનો ઉપયોગ કરવામાં આવે તો આ પ્રકારની સમસ્યાથી બચી શકાય છે. વધુમાં, મેથીમાં એસ્ટ્રોજન જેવા ગુણો સાથે ડાયોજેનિન અને આઇસોફ્લેવોન્સ જેવા સંયોજનો હોય છે જે માસિક ખેંચાણ જેવા લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે.
સ્કીન માટે : જો સ્કીન પર રિનકલ્સ, બ્લેકહેડ્સ, પીંપલ્સ, ડ્રાય સ્કીન વગેરે જેવી સમસ્યાથી પીડાવ છો તો મેથીની પત્તિઓની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવો અને લગભગ 20 મિનિટ પછી નવશેકા પાણીથી ધોઈ લો.
સ્તનપાન દરમિયાન : જો તમે નવી માતા છો અને તમને સ્તનપાન કરાવવામાં સમસ્યા થઈ રહી છે, તો મેથીના પાવડરના સેવનથી સ્તનપાન કરાવતી સ્ત્રીઓમાં દૂધનું ઉત્પાદન વધે છે. કેટલાક અભ્યાસો એ પણ સૂચવે છે કે મેથીને એકલા અથવા અન્ય પદાર્થો સાથે ચાના સ્વરૂપમાં લેવાથી પણ દૂધની માત્રામાં વધારો થઈ શકે છે.
આ તો થઈ મેથીથી થતાં ફાયદાની વાત હવે જાણીએ તેનાથી થવાવાળા નુકશાન વિષે: સૌથી પહેલા તો અમે તમને જણાવી દઈએ કે મેથીની અસર ગરમ હોય છે અને જો તમે તેનું વધુ પ્રમાણમાં સેવન કરો છો તો તમને ડાયેરિયાની સમસ્યા પણ થઈ શકે છે, ખાસ કરીને સ્તનપાન કરાવતી મહિલાઓને આ સમસ્યા હોય તો તેમણે તેને તરત જ બંધ કરી દેવી જોઈએ. તે બાળકમાં ઝાડા પણ કરી શકે છે.
ત્વચાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તેને અપનાવતા પહેલા તેને થોડું લગાવીને ચેક કરો કારણ કે ઘણા લોકોને તેનાથી એલર્જી પણ હોય છે. ધ્યાનમાં રાખો કે મેથીના વધુ પડતા સેવનથી ખાટા ઓડકાર, પેટમાં ફૂલવું વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી જ્યારે પણ તમે મેથી ખાઓ તો તેને ઓછી માત્રામાં ખાઓ.જો તમે ગર્ભાવસ્થા દરમિયાન મેથીનું સેવન કરો છો, તો તમને આંતરિક રક્તસ્ત્રાવની સમસ્યા થઈ શકે છે.